GSTV
Home » News » સમગ્ર ગુજરાતભરમાં થઈ રહ્યો છે નાપાક પાકનો વિરોધ, જુઓ તમારા શહેરે કઈ રીતે કર્યો : Videos

સમગ્ર ગુજરાતભરમાં થઈ રહ્યો છે નાપાક પાકનો વિરોધ, જુઓ તમારા શહેરે કઈ રીતે કર્યો : Videos

અમદાવાદ

પુલવામા આતંકી હુમલાનો અમદાવાદની એચ.કે. કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તો સાથે જ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા.

જુનાગઢ

ગઈકાલે કાશ્મીરના પુલવામા મા થયેલ આંતકવાદી હુમલાની દુઃખદ ઘટનામાં શહીદ થયેલા જવાનોને જુનાગઢમા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શહીદ પાર્ક ખાતે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસ ના કાર્યકરો હોદેદારોએ ઉપસ્થિત રહીને પોતાની વ્યથા વ્યકત કરી હતી.

લાખણી

લાખણીમા આતંકી હુમલાને લઈને નગરના યુવકોએ વિરોધ કર્યો. યુવકોએ પાકિસ્તાનનો ઝંડો બાળીને વિરોધ નોંધાવ્યો હતો. દેશના સૈનિકો પર થયેલા આતંકી હુમલાને લઈને યુવકો દ્વારા ઉગ્ર માંગ કરાઈ કે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામા આવે. અને પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપતો હોવાથી તેમના ધડ કાપી ભારતમા લાવવાની માંગ કરી હતી.

જેતપુર

જેતપુર શહેરમાં આજે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સરકારને યુધ્ધ એજ કલ્યાણ સૂત્ર અપનાવીને પુલવામા હુમલાનો બદલો લેવાની માગ કરી. આતંકવાદી દેશ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ તેમજ જૈશ- એ- મહંમદના વડા અઝહર મહંમદના ફોટાઓ સાથેની નનામી કાઢી. પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદીને ખતમ કરોના સૂત્રોચ્ચાર સહિત શહેરના તીન બતી ચોક વિસ્તારમાં આ નનામીનું દહન કરવામાં આવ્યું હતુ.

પોરબંદર

પોરબંદર મહેસૂલ પરિવાર દ્વારા પૂલવામાના શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા. પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદોને શ્રધ્ધાંજલિ અપાઈ. આ બાબતે જિલ્લા સેવાસદનના તમામ કર્મચારીઓ અને અધિકારીએ શહીદો માટે બે મિનીટ માટે મૌન પાળ્યું.

સુરત

પુલવામા ખાતેના આતંકી હુમલાની બાદ સુરતમાં પાકિસ્તાનના પૂતળાનું દહન કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના કાર્યકરોએ ખટોદરા વિસ્તારમાં આવેલા સોસિયો સર્કલ પાસે પૂતળાનું દહન કર્યુ હતુ. કેન્દ્ર સરકાર પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરવામાં આવી હતી.

પુલવામા આતંકી હુમલાની ઘટનાને લઈને સુરતના પરિવારે પોતાના ઘરે લગ્ન પ્રસંગને ઉજવવાનુ રદ કર્યુ છે. અને 11 લાખ રૂપિયા શહીદ પરિવારોને આપવાનું અર્પણ નક્કી કર્યુ છે. સુરતના અમિ અને મિતના શુભ વિવાહ નિર્ધાયા હતા. જોકે ગઈકાલે થયેલા આતંકી હુમલાની ઘટનાને લઈને લગ્ન સમારંભ સાદાઈથી કરવાનું નક્કી કર્યુ હતુ. આ ઉપરાંત ભોજન સમારંભ રદ કર્યુ હતુ. તો સાથે જ શહીદ પરિવારોને સંયુક્ત રીતે 11 લાખ આપવાનો નિર્ણય કર્યો છે.

આતંકી હુમલાની ઘટના પર દેશભરમાં રોષ છે. ત્યારે સુરતમાં ભાજપના નેતાઓ શહીદ પરિવારનો સહાનુભૂતિના નામે રેલી કાઢીને નમો અગેઈનની રેલી કાઢી હતી. તેમજ યુવાનોને નમો અગેઈન શબ્દ લખેલી ટી-શર્ટ આપવામાં આવી હતી. સુરત ભાજપના યુવાનેતા મોનિલ ઠાકરે આતંકીઓને જડબાતોડ જવાબ આપવા એક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં કોલેજના યુવાઓએ મોટી સંખ્યામાં આમંત્રિત કરાયા હતા. રેલીના બેનરમાં 14 ફેબ્રુઆરી ને બ્લેક – ડે તરીકે બતાવવામાં આવ્યો હતો. જ્યારે રેલીમાં જોડાયેલ તમામને નમો અગેઈન ટી – શર્ટ પણ આપવામાં આવી હતી. એક તરફ આતંકી હુમલામાં શહીદ જવાનોને લઈ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે, ત્યાં બીજી તરફ ભાજપના યુવાનેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિના નામે નમો અગેઈનનો પ્રાચર કરતા જોવા મળ્યા.

પાલનપુર

બનાસકાંઠાના પાલનપુર ખાતે પોલીસ દ્વારા દબાણ દુર કરતા સમયે હોબાળો થયો હતો. દુકાનનો સામાન મુકવાના મુદ્દે વેપારીઓએ હંગામો કર્યો હતો. પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ લગાવ્યો. દિલ્હીગેટથી સિમલાગેટ વિસ્તારના વેપારીઓ દુકાનો બંધ કરી ઉચ્ચ અધિકારીને રજુઆત કરવા પહોચ્યા.

નવસારી

પુલવામા ખાતે આતંકવાદી હુમલાને લઈને નવસારીમાં ગૌરક્ષકોએ રોષ ઠાલવ્યો છે. ગૌરક્ષકોએ હાફિઝ સઈદ અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનુ પુતળુ બનાવી ગોળી મારી હતી. જે બાદ બંનેના પૂતળાનું દહન કર્યુ હતો. ગૌરક્ષકોએ વિકાસ નહી પણ પાકિસ્તાનના વિનાશની માંગ કરી હતી.

ભરૂચ

ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ અને કાર્યકરોએ પુલવામા આતંકી હુમલાનો ભારે વિરોધ કર્યો. ઉપસ્થિતોએ પૂતળાનું દહન કરીને સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કર્યો અને પ્રધાનમંત્રીને એક ના બદલે દશ માથા લઇ આવવાની વાતને યાદ દેવડાવી. અને વાયદો પૂરો કરવાની માંગ કરી હતી. સાથેસાથે સરકાર હવે આ હુમલાનો જોરદાર જવાબ આપે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!