GSTV
Home » News » પુરો દેશ કાશ્મીરીઓ સાથે, માનવતા આપણી સંસ્કૃતિની વિશેષતા: રાષ્ટ્રપતિ

પુરો દેશ કાશ્મીરીઓ સાથે, માનવતા આપણી સંસ્કૃતિની વિશેષતા: રાષ્ટ્રપતિ

હર્ષોલ્લાસ સાથે દેશના ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉજવણી આજે કરવામાં આવશે. દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધશે. દરમિયાન આઝાદીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવાના સરકારના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોવિંદે જણાવ્યું હતું કે મને પુરો વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હાલમાં કરવામાં આવેલા બદલાવોથી ત્યાંના સ્થાનિકોને ઘણા લાભો મળશે, આ દિશામાં સરકાર પણ મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. 

દેશનો દરેક નાગરિક કાશ્મીરીઓની સાથે છે. રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોના જનાદેશમાં તેમની આશાઓ સ્પષ્ટ દેખાય છે, આ આશાઓને પુરા કરવાનો સરકાર પ્રયાસ કરતી હોય છે. મારુ માનવુ છે કે ૧૩૦ કરોડ ભારત વાસીઓ પોતાની કુશળતા, પ્રતિભા, સાહસ, ઇનોવેશન દ્વારા મોટા પ્રમાણમાં વિકાસ અને વધુમાં વધુ સારા અવરસો પેદા કરી શકે છે. 

રાષ્ટ્રપતિએ દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે હું દેશની દરેક જનતાને સ્વતંત્રતા દિનની શુભકામના પાઠવુ છું. મારી આશા છે કે આપણી સમાવેશી સંસ્કૃતિ, આપણા આદર્શ, કરુણા, જિજ્ઞાાસા દેશમાં ભાઇચારો સદાય માટે જાળવી રાખે અને આપણે દરેક જીવન મુલ્યોના છાયામાં આગળ વધતા રહીએ. 

આપણી સંસ્કૃતિની આ વિશેષતા છે કે આપણે દરેક પ્રકૃત્તિ, દરેક પ્રકારના જીવો માટે પ્રેમ અને કરુણાનો ભાવ રાખીએ છીએ. આપણા દેશમાં વાઘોની સંખ્યા ઘણી છે, આવા અનેક પ્રાણીઓને આપણે સુરક્ષિત સાચવીને રાખ્યા છે. મને પુરો વિશ્વાસ છે કે સમાજના છેવાડા માનવી માટે પણ ભારત પોતાની સંવેદનાઓ જાળવી રાખશે. ભારત પોતાના આદર્શો પર અટલ છે, ભારત પોતાના જિવલ મુલ્યોને સાચવી રાખશે અને સાહસની પરંપરાઓને આગળ વધારતો રહેશે. 

સ્વતંત્રતા દિન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ સ્વતંત્રતા દિન ભારત માતાની દરેક સંતાનો માટે બહુ જ ખુશીનો દિવસ છે, પછી તે દેશમાં હોય કે વિદેશમાં. આપણે દેશના એ અનેક સ્વતંત્રતા સેનાઓ અને ક્રાંતિકારીઓને યાદ કરીશુ કે જેઓએ આપણને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણ આપ્યા અને બલિદાનના મહાન આદર્શો આપ્યા. 

વર્તમાન સમયમાં ચાલી રહેલા આપણા દરેક પ્રયાસો ગાંધીજીના વિચારોને જ યથાર્થ રુપ આપી રહ્યા છે. હવે આપણી જવાબદારી છે કે આપણા આ ગૌરવશાળી દેશને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે જોશ સાથે ખભે ખભો મિલાવીને કામ કરીએ. આપણુ લક્ષ્ય છે કે વિકાસની ગતી તેજ થાય, શાસન વ્યવસ્થા કુશળ અને પારદર્શી બને જેથી લોકોનું જીવન વધુ સારુ બને.

READ ALSO

Related posts

આ 6 યોજના થકી જેટલી હંમેશાં દેશને યાદ રહેશે, એક યોજનાએ તો ભાજપને 2019ની ચૂંટણી જીતાવી દીધેલી

Mayur

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!