GSTV
Home » News » દેશમાં ચોમાસાની પ્રગતિ ચિંતાજનક, કેરળમાં આ તારીખે આવી શકે છે વરસાદ

દેશમાં ચોમાસાની પ્રગતિ ચિંતાજનક, કેરળમાં આ તારીખે આવી શકે છે વરસાદ

એક તરફ દેશમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો બીજી તરફ ચોમાસાની પ્રગતિ ચિંતાજનક છે. દેશવાસીઓ ચોમાસાની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. પરંતુ જુનના અંત સુધીમાં લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળશે નહીં. ઉત્તર અને મધ્ય ભારતમાં સુકા વાતાવરણના કારણે મોટા ભાગના વિસ્તારોમાં લૂ ફુંકાઇ રહી છે. હાલત તો એવી છે કે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશોને પણ ગરમીમાંથી રાહત મળી નથી.

સ્કાયમેટ મુજબ છેલ્લા થોડા દિવસોમાં કોઇ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી નથી. પશ્ચિમ દિશામાંથી સુકા પવનો ફુંકાઇ રહ્યા છે. તેમજ પ્રિ-મોન્સુનની ઘટનાઓમાં ઘટ જોવા મળી રહી છે. જેથી હવામાં ભેજની માત્ર ઘટી ગઇ છે અને તાપમાન ઝડપથી વધ્યું છે. બીજી તરફ ચોમાસાની નબળી ચાલના કારણે પણ દેશવાસીઓ પરેશાન છે. હવામાન વિભાગે કેરળમાં છ જૂને ચોમાસાના પ્રવેશની આગાહી કરી છે. જો કે દેશના અન્ય ભાગોમાં લોકોએ ચોમાસા માટે હજુ રાહ કરવાની રહેશે.

હાલમાં બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધ્યું છે. અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં પણ આગળ વધી શકે છે. પરંતુ દેશના અન્ય ભાગોમાં ચોમાસાનું આગમન ન થાય ત્યાં સુધી લોકોને બાફ અને ગરમીમાં મુક્તિ મળવાની સંભાવના ઘણી ઓછી છે.

READ ALSO

Related posts

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!