GSTV

અમદાવાદમાં હવામાન પલટાયું : શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદમાં હવામાન પલટાયું. શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદના ઝાપટા પડ્યા. ઈસનપુર, મણિનગર, ઘોડાસર, વસ્ત્રાલ, નરોડા, કાળુપુર, જમાલપુર, શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ.

અમદાવાદમાં વરસાદ થતાં ભારે ઉકળાટમાંથી લોકોએ રાહત અનુભવી. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ થયો. ગુજરાતના દરિયા કાંઠે નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાઈ રહી છે. રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાના પગલે અમદાવાદના બગોદરા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનના સુસવાટા અને વિજળી સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

  • બહેરામપુરા મેલડી માતાના મંદિર પાસે ઝાડ પડ્યું
  • નરોડામાં ભારે પવન સાથે વરસાદ
  • કાલુપુર માં ધોધમાર વરસાદ
  • જમાલપુરમાં કરા પડ્યાં

સોલાર પેનલો ઉડી ગઇ

ભાવનગરમાં ભારે પવનના કારણે સોલાર પેનલો ઉડી હતી. ભાવનગર યુનિવર્સિટીના કાર્યાલયની સોલાર પેનલો ઉડી ગઇ હતી. સોલાર પેનલો ઉડતા કોઈ જાનહાની થઈ ન હતી. પાંચ પાર્ક કરેલી બાઇકોને પણ નુકશાન થયું હતુ. શહેરમાં ધડાકા ભડાકા સાથે જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. શહેરના ફુલસર, જુના બંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જેથી કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. વાવાઝોડાની અસરના પગલે શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો.

રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા ખેતીના પાકને ભારે નુકશાન

અમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા બાજરીના પાક જમીન દોસ્ત થઇ ગયો હતો. તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. અમીરગઢના આંબાપાની ગામે એક ખેતરમાં વીજળી પડતા એક ભેંસનું મોત થતાં પશુપાલકને નુકસાન થયુ. અગાઉ પણ આ વિસ્તારમાં મહિના અગાઉ લોકડાઉનના સમયમાં કમોસમી માવઠું થયું હતું. ત્યારે પણ અહીંના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વારંવાર નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

કપરાડાના સુથારપાડામાં ભારે વરસાદ વરસ્યો

વલસાડના કપરાડાના સુથારપાડામાં ભારે વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કપરાડામાં વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે પવન સાથે વરસાદ પડતાં લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો.

ધારી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ

અમરેલી જીલ્લામાં વાતાવરણ પલ્ટાયુ હતુ. ધારી પંથકમા સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો હતો.ધારી સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની સંભાવના.

તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો

તો આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી વ્યારા,વાલોડ અને સોનગઢ સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો જેથી કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

સુરતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો

હવામાન વિભાગની આગાહી બાદ સુરતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે અહીયા વરસાદી માહોલ જામ્યો. તેમજ સચિન હાઈવે પર એક વરસાદી ઝાપટું પણ પડ્યું છે અને વાતાવરણમાં પલટો આવાતા ઠંડક પ્રસરી ગઈ જેથી લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લામાં આવેલ બારડોલી, કડોદરા, માંડવી સહિતના તાલુકાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમાન થયું છે. છેલ્લા કેટલાય દિવસોથી અહીયા ગરમીને કારણે ભયંકર ઉકળાટ હતો. પરંતુ વરસાદ પડતાજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેથી લોકોએ રાહત અનુભવી છે. જોકે મહત્વનું છે કે ભારે વરસાદને કારણે તાલુકાઓમાં ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ

બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો. તો ધાનેરામાં પણ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો

નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

તો આ તરફ અંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે.

READ ALSO



Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!