GSTV
Home » News » જે રીતે વિજેતાનો નિર્ણય લેવાયો તે અત્યંત શરમજનક: વિલિયમસન

જે રીતે વિજેતાનો નિર્ણય લેવાયો તે અત્યંત શરમજનક: વિલિયમસન

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈવોલ્ટેજ વર્લ્ડ કપની ફાઈનલ જે પ્રકારે ભારે રોમાંચ અને વિવાદ બાદ પુરી થઈ તે પછી હજુ પણ ક્રિકેટ જગતમાં ચર્ચાનો દૌર જારી રહેવા પામ્યો છે. નિર્ધારિત ૫૦-૫૦ ઓવરની ઈનિંગ બાદ ટાઈ પડતા સુપર ઓવર રમાડવામાં આવી હતી, જે પણ ટાઈમાં પરીણમી હતી એટલે જે ટીમે વધુ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હોય તેના આધારે વિજેતાનો નિર્ણય લેવાયો હતો અને ઈંગ્લેન્ડે બાજી મારી હતી. આઇસીસીના વિચિત્ર નિયમને કારણે વર્લ્ડ કપ ગુમાવનારા વિલિયમસને કહ્યું કે, જે પ્રકારે વર્લ્ડ કપ વિજેતાનો નિર્ણય લેવાયો તે શરમજનક હતુ.

વિચિત્ર નિયમને કારણે વર્લ્ડ કપ ગુમાવ્યા બાદ વિલિયમસને સામો સવાલ કરતાં કહ્યું કે, શું તમને લાગે છે કે, આ પ્રકારનો નિર્ણય તાર્કિક હતો ? મને લાગે છે કે, આ હકીકતને સ્વીકારતાં કેટલોક સમય જરુર લાગશે.હું માનુ છું કે, વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટના વિજેતાનો નિર્ણય જે પ્રકારે લેવાયો તે ખરેખર શરમજનક હતુ. બે સારી ટીમો ક્રિકેટ મેચ રમી જે ટાઈ રહી. હું માનું છું કે, વર્લ્ડ કપની ફાઈનલમાં કોઈ હાર્યું નથી. 

ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ખેલદિલી દર્શાવતા પોતાની ટીમના વખાણ કર્યા, ઈંગ્લેન્ડને અભિનંદન પાઠવ્યા હતા પણ ફરિયાદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે ક્રિકેટ જગતમાં ચોગ્ગા-છગ્ગાના આધારે વિજેતા જાહેર કરવાનો નિર્ણય બદલી નાંખવા માગ ઉઠવા પામી છે. આમ છતાં વિલિયમસને કહ્યું કે, મેચ આ પ્રકારે પુરી થઈ તેના કારણે વિવાદ સર્જાયો છે. જોકે નિયમો તો ટુર્નામેન્ટ શરૂ થઈ તે પહેલા નક્કી થઈ ગયા હતા. હવે તેના વિશે ફરીયાદ કરવી યોગ્ય નથી, પણ ભવિષ્ય માટે વિચારણા જરુર કરી શકાય.

એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારો કેપ્ટન બન્યો

જયવર્દનેએ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ૫૪૮ રન
ફટકાર્યા હતા, વિલિયમસનના ૫૭૮ રન

ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ઈંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપની ફાઈનલમાં ૩૦ રનની ઈનિંગ રમતાં એક વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન ફટકારવાના શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન જયવર્દનેના ૧૨ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. વિલિયમસને હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં આ સાથે ૧૦ મેચની ૯ ઈનિંગમાં ૫૭૮ રન ફટકાર્યા હતા.

જયવર્દનેએ ૨૦૦૭માં વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ પર રમાયેલા વર્લ્ડ કપમાં ૫૪૮ રન ફટકાર્યા હતા. ફાઈનલ શરૂ થઈ ત્યારે વિલિયમસન અને જયવર્દને બરોબરી પર જ હતા. આ પછી વિલિયમસને ખાતુ ખોલાવતાની સાથે જયવર્દનેનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જોકે તે ફાઈનલમાં લાંબી ઈનિંગ રમી શક્યો નહતો અને ૩૦ રને આઉટ થયો હતો. 

READ ALSO

Related posts

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva

સુરતમાં બેફામ દોડતી સીટી બસે બાળકને અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ

Nilesh Jethva

જન્માષ્ટમીના દિવસે ગીર સોમનાથમાં સૂર્ય ફરતે ચક્ર દેખાતા લોકોએ કહ્યું, કલ્કિ અવતારના સંકેત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!