GSTV

માંગરોળના દરિયામાં કરંટ આવતા 20થી 25 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

માંગરોળ નજીક આવેલા ચોરવાડ હોલીડે કેમ્પનો દરિયો વાયુ વાવાઝોડાના કારણે ગાંડોતૂર બન્યો છે. દરિયામાં કરંટ આવવાના કારણે 20 થી 25 ફુટ ઉંચા મોજા ઉછળ્યાં. જ્યારે દરિયા કીનારે આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિરમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. વાયુ વાવાઝોડાના કારણે માંગરોળમાં વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.  માંગરોળમાં એલર્ટના પગલે સેનાના 24 જવાનોની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

માધવપુરમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

પોરબંદરના માધવપુર બીચ પર વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. બીચ પર ભારે પવન ફૂંકાવા સાથે ઠંડીનો ચમકારો છે. વરસાદ અને પવનના કારણે રાહદારીઓને તથા લોકોને તકલીફ પડી રહી છે. આવા વાતાવરણમાં  ભારે પવનથી ત્રણ વ્યકિતઓને થપ્પડ લાગતા ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ ખસેડાયા છે.

દિવમાં પવનના કારણે વૃક્ષો ધરાશાયી

દીવના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અને ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે રસ્તા પર તૂટી પડેલા વૃક્ષોને ખસેડવા માટે એનડીઆરએફની ટીમ સક્રિય બની છે. એનડીઆરએફની ટીમ અત્યાધુનિક ટ્રી કટર સાથે વૃક્ષો કાપીને તેને રસ્તાની બાજુએ ખસેડવાની કામગીરી કરી રહી છે.

Read Also

Related posts

કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક હિન્દૂ નેતાને મળી ફોન પર ધમકી

Nilesh Jethva

હેરિટેજ સીટી અમદાવાદમાં ઐતિહાસિક વારસાને સાચવવામાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

બિન સચિવાલયના પરિક્ષાર્થીને ટ્રકે ટક્કરમાં ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!