GSTV
Home » News » સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ

રાજકોટની જિવાદોરી સમાન સૌરાષ્ટ્રનાં બીજા નંબરનાં ભાદર ડેમની જળ સપાટી 24 ફૂટે પહોંચી છે. જેનાથી પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. ભાદર ડેમમાં પાણીની આવક થતા રમણીય દ્રશ્યો સર્જાયા છે. આ રમણીય દ્રશ્યોને નિહાળવા મોટા પ્રમાણમાં લોકો ઉમટી રહ્યા છે. ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ અને 29 દરવાજા ધરાવે છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6 હજાર 648 એમસીએફટી છે. છેલા 65 વર્ષથી અડીખમ ઊભેલો આ ડેમ અત્યાર સુધીમાં 22 વખત ઓવરફ્લો થયો છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

READ ALSO

Related posts

સુરતના તબીબોની કમાલ, ડોક્ટરોએ બે માથાવાળી બાળકીનું એક માથુ દૂર કર્યું

Nilesh Jethva

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ચાના પૈસા માંગતા હોટલમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva

મીટર ચેક કરવા ગયેલા કર્મચારીને લુખ્ખાઓએ ફટકાર્યો, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!