નર્મદા કેનાલનું પાણી પીવાલાયક, કુંવરજી બાવળીયાનો આ છે દાવો

એક તરફ નર્મદા કેનાલમાં કાળા પાણીને લોકોએ તેનો ઉપયોગ બંધ કર્યો છે. તો બીજી તરફ સરકારે ફરી પાણી પીવાલાયક હોવાનો દાવો કર્યો છે. કુંવરજી બાવળીયાએ કહ્યુ છે કે તમામ જગ્યાના પાણીના સેમ્પલ લઇને તપાસાયા છે. લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાયો છે. જેમાં પાણી પીવાલાયક હોવાનું જણાવાયું છે.

બાવળીયાએ નર્મદાનું પાણી શુદ્ધ હોવાનો દાવો કરતા સતત મોનિટરીગ કરવામાં આવતું હોવાનું પણ જણાવ્યું છે. કેનાલ પાસે મૃત માછલીઓ મરી હતી તે સ્થળેથી લેવાયેલા પાણીમાં પણ કઇ વાંધાજનક ન હોવાનો દાવો કરાયો છે. જ્યાં માછલી મૃત હાલતમાં મળી હતી ત્યાં ફ્લોરાઈડનું પ્રમાણ વધુ જોવા મળ્યુ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter