GSTV
Home » News » ચેતતા રહેજો આ નદીનું પાણી હાડકા નબળાં પાડવાની સાથે કેન્સર જેવી ગંભીર બિમારી નોતરી શકે છે

ચેતતા રહેજો આ નદીનું પાણી હાડકા નબળાં પાડવાની સાથે કેન્સર જેવી ગંભીર બિમારી નોતરી શકે છે

સાબરમતિ નદીનું પાણી હાડકા નબળાં પાડવાની સાથે કેન્સર જેવી ગંભીર બિમારીને નોતરી શકે છે. એવો ઘટસ્ફોટ સેપ્ટના પ્રોફેસરે કરેલા એક રીસર્ચમાં થયો છે. ત્યારે આખરે સવાલ થાય કે આખરે શા માટે તંત્ર ઝાકમઝોળને છોડીને સાબરમતિનું સત્વ ફરી આવે તેવું કામ કરતું નથી.

સાબરમતિ નદીને શુધ્ધ કરવા માટે તંત્ર દ્વારા નક્કર પગલા લેવામાં નથી આવ્યાં. આજે સાબરમતીના કિનારે કરોડોના ખર્ચે કાર્યક્રમો યોજાય છે. પરંતુ નદીના પાણીની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાયું નથી. આજે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે સાબરમતી નદીનું પાણી પીવા તો શું સિંચાઈ માટે પણ હાનિકારક છે. આ પાણીને જો ભુલથી પણ કોઈ પી જાય તો તે ગંભીર બિમારીમાં સપડાઈ શકે છે.

સાબરમતિના પાણી પર થયેલા રીસર્ચ પર એવો ખુલાસો થયો છે કે સાબરમતિમાં એવા પ્રદુષિત તત્વો છે કે જો માણસ બીમાર પડે તો તેના પર એન્ટિબાયોટિક્સની પણ અસર નહીં થાય.

READ ALSO

Related posts

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

Kaushik Bavishi

રાજ્યસભાની ચૂંટણીના વિવાદ : અહેમદ પટેલના આ જવાબથી કોર્ટે આપી તીખી પ્રતિક્રીયા

Nilesh Jethva

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!