GSTV

‘ઘર આયા મેરા પરદેસી’ ગીત પર વૃદ્ધે લગાવ્યા જોરદાર ઠુમકા, વાયરલ થયો વીડિયો

Last Updated on December 16, 2019 by Mayur

સોશિયલ મીડિયા પર ઘણીવાર લોકોના સિંગિંગ અને ડાન્સનાં વીડિયો સામે આવે છે. જે આપણુ મનોરંજન પણ કરે છે. એવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર હાલનાં દિવસોમાં ચર્ચાઈ રહ્યો છે. વાસ્તવમાં એક વૃદ્ધ વ્યક્તિના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયો પર ધૂમ મચાવી રહ્યો છે. બે મિનિટની આસપાસનો આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ જોરદાર ઠુમકાઓ લગાવતા દેખાઈ રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં વડીલ 1951 માં રાજ કપૂર અને નરગિસની ફિલ્મ અવરાનું “ઘર આયા મેરા પરદેસી” ગીત પર નાચતા દેખાઈ રહ્યા છે. તેમની આસપાસ ઘણા લોકો એકઠા થઈ ગયા છે, જે તાળીઓ પાડીને આ ડાન્સની મજા લઇ રહ્યા છે. આ વૃદ્ધ વ્યક્તિની હિંમત અને ડાન્સનાં સ્ટેપ્સને કારણે, લાગે છે કે વય તેમના માટે માત્ર એક નંબર છે.

ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે “તમે વૃદ્ધ થયા હોવાથી તમે નાચવાનું બંધ કરો છો, તમે વૃદ્ધ છો તે કારણે તમે નાચતા નથી. આ કાકાને જુઓ.”

હર્ષના આ વીડિયોને ટ્વિટ કર્યા પછી, યુઝર્સે આ વ્યક્તિની ખૂબ પ્રશંસા કરી અને આ વીડિયોને જોરદાર રિટ્વીટ કર્યા. તે જ સમયે, ઘણા લોકોએ પ્રેમાળ કમેન્ટ્સ પણ કરી હતી. કેટલાક યુઝર્સે વૃદ્ધને સુપર અને કેટલાકે રોકસ્ટાર ગણાવ્યા હતા.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!