GSTV

અમદાવાદની H L કોલેજમાં રેગિંગ મામલે પીડિતે કહ્યું હું નથી ચાહતો કે આરોપીને….

અમદાવાદમાં પ્રતિષ્ઠિત HL કોલેજમાં એક વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. આ મામલે કોર્ટ શનિવારે ફેંસલો સંભળાવશે. ત્યારે પીડિત વિદ્યાર્થીએ આરોપીઓને જામીન ન મળે તે માટે તેના વકીલ મારફતે સોગંદનામું રજૂ કર્યું છે. તો સરકાર પક્ષના વકીલ તરફથી પણ દલીલ કરવામાં આવી કે આવા પ્રકારના કૃત્યખૂબ નીંદનીય કહેવાય. જેથી આરોપીને જામીન ન આપવા જોઈએ.

બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ છે. કોલેજ સત્તાધીશોએ જયેશ દેસાઈ નામના વિદ્યાર્થીનું સસ્પેન્શન રદ કર્યું છે. અગાઉ ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હતા. ભોગ બનનાર વિદ્યાર્થીએ આરોપી વિદ્યાર્થીને ઓળખી ન શકતાં કોલેજે તેનું સસ્પેન્શન રદ કર્યું છે.

Related posts

ખેડૂતોને પાક ધિરાણની મુદત 2 મહિના વધારાઈ, નહીં ભરવું પડે વ્યાજ

pratik shah

સાવધાન! ઘરના આ ભાગોમાં પણ છુપાઈ શકે છે કોરોના વાયરસ, સારી રીતે કરો સફાઈ

Ankita Trada

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!