GSTV
Cricket Sports Trending

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાના વન ડે મેચના વેન્યુમાં કરાયો ફેરફાર, આ છે મોટું કારણ

ભારતીય ટીમ હાલ અત્યારે હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે જેમાં ટી-20 સીરીઝ પર કબજો જમાવ્યા બાદ શુક્રવારથી વનડે સીરીઝ શરૂ થશે. આ સ્થિતિ વચ્ચે ન્યૂઝીલેન્ડ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસે ખેડવાનો છે જે અંગે ફેરફાર થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વનડે સીરીઝની ત્રીજી મેચના સ્થળમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વનડે મેચ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાવાની હતી પરંતુ હવે આ મેચ ચટગાંવમાં રમાશે. ભારતીય ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે વનડે શ્રેણી રમવાની છે. ત્રીજી મેચ 10 ડિસેમ્બરે ઢાકામાં રમાવવાની હતી પરંતુ બાંગ્લાદેશની રાષ્ટ્રવાદી પાર્ટીએ તે જ દિવસે વિરોધ કરવાની જાહેરાત કરી છે અને તે જ દિવસે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનની ધમકીઓ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેચનું સ્થળ બદલી નાખ્યું છે.

અંતિમ મેચના વેન્યુમાં ફેરફાર

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની વનડે સીરીઝની ત્રણેય મેચ ઢાકામાં યોજાવાની હતી, પરંતુ હવે છેલ્લી મેચ ચટગાંવમાં રમાશે. આ ઉપરાંત આ મેદાન પર એક ટેસ્ટ મેચનું પણ આયોજન કરવામાં આવશે. શ્રેણીની બીજી ટેસ્ટ ઢાકામાં રમાશે. ટેસ્ટ શ્રેણી 14 ડિસેમ્બરથી શરૂ થશે.

READ ALSO

Related posts

Shraddha Murder Case/ પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ગુનો કબૂલી લીધો : આજે થશે નાર્કો ટેસ્ટ

Padma Patel

World AIDS Day/ કયારેય ન કરો આ પ્રકારની ભૂલો, નહિ તો તમને પણ આવી શકે છે HIVનો અટેક

Siddhi Sheth

ફિફા/ ફ્રાન્સની નવ મેચની અજેય કૂચને અટકાવી જીતવા છતાં ટ્યુનિશિયા બહાર, ફ્રાન્સ- ઓસ્ટ્રેલિયાનો રાઉન્ડ ઓફ 16માં ધમાકેદાર પ્રવેશ

HARSHAD PATEL
GSTV