GSTV
Home » News » સરકારની ઈચ્છા હતી કે 5G આપીએ, પણ ઇસરોએ આ સર્વિસ ઉપર રોક લગાવી દીધી

સરકારની ઈચ્છા હતી કે 5G આપીએ, પણ ઇસરોએ આ સર્વિસ ઉપર રોક લગાવી દીધી

આગામી વર્ષે 5G સેવા સરળતાથી આપી શકાય તે માટે વધુ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના સરકારની યોજનામાં એક અસ્થાયી અડચણ આવી છે. અંતરિક્ષ વિભાગ અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ 28 ગીગાહર્ટજ બૈંડ છોડવાની ના પાડી. અત્યાધુનિક વાયરલેસ ટેક્નોલોજી માટે આ સ્પેક્ટ્રમ વધુ મહત્વના છે. દૂરસંચાર વિભાગને આશા છે કે ભવિષ્યના ઉપયોગ માટે 28 ગીગાહર્ટ્ડ બૈંડનો ઉપયોગ કરવામાં આવી શકે, જેવું દુનિયાના એડવાન્સ માર્કેટમાં થતું હોય છે.

આ સિવાય 3300-3600 મેગાહર્ટજ બૈંડનો ઉપયોગ થવાનો છે, જેનું સૂચન ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇંડિયાએ આપ્યું હતું. દૂરસંચાર વિભાગના હાઈ-લેવલ 5G ફોરમે 27.5-29.5 ગીગાહર્ટજ રેંજમાં રેડિયો વેવ્સની માંગણી કરી હતી, જેને દેશમાં હાઈ-કેપેસિટી વાળા 5જી એપ્લિકેશંસન સપોર્ટ બાબતે મહત્વનું માનવામાં આવે છે. આ અંગે એક સૂત્રએ જણાવ્યું કે અંતરિક્ષ વિભાગ 28 ગીગાહર્ટજ બૈંડને આંશિક રીતે ખાલી કરવાની ઇચ્છા રાખતું નથી. તેમનું કહેવું છે કે અંતરિક્ષ સાથે સંકળાયેલ પોતાના કામકાજના કારણે તેઓ તેને છોડી શકે નહિ.

ઇસરોએ એમ પણ કહ્યું કે તેઓ 28 ગીગાહર્ટજ બૈંડમાં ટેરેસ્ટ્રિયલ સિસ્ટમ્સની સુરક્ષા કરવા માંગે છે. 19 માર્ચે 5G માટે સ્પેક્ટ્રમ પોલિસી પર સ્ટૈંડિગ કમેટિની મીટિંગમાં ઇસરોના પ્રતિનિધિઓ એ બૈંડ ખાલી કરવા પર અસંમતિ દર્શાવી હતી. દૂરસંચાર વિભાગમાં એડિશનલ સેક્રેટરી અંશુ પ્રકાશની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં ઇસરોના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે વાયરલેસ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન વિંગને ઇસરોના વલણની માહિતી આપી દેવામાં આવી છે.

આ વિંગ કમર્શિયલ ઉપયોગ માટે સ્પેક્ટ્રમ અલોકેટ કરવાની જવાબદારી લે છે. દૂરસંચાર વિભાગના અધિકારીઓએ કહ્યું કે ઇંટરનેશનલ ટેલીકોમયુનિકેશંસ યૂનિયને 2015માં જ્યારે એજન્ડાને ફાઈનલ કર્યો હતો ત્યારે વર્લ્ડ રેડિયોકમ્યુનિકેશન કોન્ફ્રેંસ અથવા ડબલ્યૂઆરસી-19ની ચર્ચામાં આ બૈંડને સિલેક્ટ કર્યો નહોતો, તેથી 28 ગીગાહર્ટજ બૈંડને જ્યારે 5G સેવાઓ માટે 26 ગીગાહર્ટજ બૈંડ સાથે જોડવામાં આવશે તો તેને લાભ થશે.

READ ALSO

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી કાતિલ ઠંડી : બેનાં મોત, જનજીવન ઠપ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!