મંગળ પર નાસાના ઈનસાઈટનું થયું લેડિંગ, 26 માસ સુધી કરશે કામ

મંગળ ગ્રહના રહસ્યોને ઉકેલવા માટે નાસાનું રોબોટિક માર્સ ઈનસાઈટ લેન્ડર સોમવારે રાત્રે સફળતાપૂર્વક લાલગ્રહની જમીન પર ઉતર્યું છે. ઈનસાઈટ મંગળ ગ્રહની આંતરીક સંરચના પૃથ્વીથી કેટલી અલગ છે. તેની જાણકારી મેળવવામાં આવશે. નાસાએ ઈનસાઈટનું મંગળ પર ઉતરાણનું લાઈવ પ્રસારણ કર્યું હતું.

મંગળની કક્ષામાં પહોંચતી વખતે ઈનસાઈટની ઝડપ 19 હજાર આઠસો કિલોમીટર પ્રતિ કલાકની હતી. જો કે લેન્ડિંગ સમયે તેની ઝડપ ઘટીને આઠ કિલોમીટર પ્રતિ કલાકની થઈ હતી. યાન છ મિનિટની અંદર શૂન્યની ઝડપ પર આવી ગયું હતું અને બાદમાં તે પેરાશૂટ દ્વારા બહાર આવ્યું અને મંગળ પર તેનું ઉતરાણ થયું હતું. ઈનસાઈટનું આ મિશન મંગળ લગભગ સાત હજાર ચુમ્માલીસ કરોડ રૂપિયાનું હતું. ઈનસાઈટની મંગળ પર લેન્ડિંગની સમગ્ર પ્રક્રિયા સાત મિનિટ સુધી ચાલી હતી.

ભારતીય સમય મુજબ રાત્રે એક વાગ્યે અને 24 મિનિટે ઈનસાઈટે મંગળની સપાટી પર ઉતરાણ કર્યું હતું. સાત મિનિટ સુધી આખી દુનિયાના વૈજ્ઞાનિકો એકીશ્વાસે આખી પ્રક્રિયાનું જીવંત પ્રસારણ જોતા રહ્યા હતા. જેવું ઈનસાઈટ મંગળની સપાટીને સ્પર્શયું કે તમામ વૈજ્ઞાનિકો ખુશીથી ઝુમી ઉઠયા હતા. નાસાના પ્રશાસક જિમ બ્રાઈડેન્સ્ટાઈને ઈનસાઈટના ટચડાઉન થયાનું એલાન કરતા જ સૌ એકબીજાને અભિનંદ આવા લાગ્યા હતા.

આ વર્ષે પાંચમી મેના રોજ નાસાએ કેલિફોર્નિયાના વંડેનબર્ગ એરફોર્સ સ્ટેશન પરથી એટલસ વી રોકેટ દ્વારા તેનું લોન્ચિંગ કર્યું હતું. તેના પહેલા 2012માં મંગળ વપર પહેલું યાદન ક્યૂરોસિટી મોકલ્યું હતું. આ મિશનમાં મંગળ ગ્રહ પર પાણીની હાજરી સંદર્ભે તપાસ કરવામાં આવી હતી. હવે ઈનસાઈટ મંગળની આંતરીક સંરચના સંદર્ભે અભ્યાસ કરશે. યાનના મંગળની જમીન પર ઉતરતાની સાથે જ બે વર્ષીય મંગળ મિશનનો પ્રારંભ થઈ ગયો છે. સૌર ઊર્જા અને બેટરીથી ઊર્જા મેળવનારા લેન્ડરને 26 માસ સુધી સંચાલિત કરવા માટે ડિઝાઈન કરાયું છે.

નાસાને આશા છે કે તે આના કરતા વધારે સમય સુધી સંચાલિત થશે. નાસાનું કહેવું છે કે ઈનસાઈટની તપાસ હેઠળ મંગળની સપાટી પર દશથી સોળ ફૂટ ઉંડું કાણું પાડવામાં આવશે. જે આની પહેલાના મંગળ મિશનોની સરખામણીમાં પંદર ગણું વધારે ઉંડું હશે.

2030 સુધીમાં મંગળ પર લોકોને મોકલવાની કોશિશ માટે નાસા માટે લાલગ્રહનું તાપમાન સમજવું મહત્વપૂર્ણ છે. ઈનસાઈટનું સંપૂર્ણ નામ ઈન્ટીરિયર એક્સપ્લોરેશન યૂઝિંગ સીસ્મિક ઈન્વેસ્ટિગેશન્સ છે. તેને મંગળ પર માનવ મિશનથી પહેલા તેની સપાટી પર ઉતરાણ અને ત્યાં આવનારા ભૂકંપને માપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter