GSTV
Home » News » યુએસ પ્રમુખે આપી ચીનને નવી ધમકી , તેમણે કહ્યું કે ચીન પર લાગશે…

યુએસ પ્રમુખે આપી ચીનને નવી ધમકી , તેમણે કહ્યું કે ચીન પર લાગશે…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી છે કે ચીનની ચીજો પર ફરીથી 300 અબજ ડોલરનો ટેરિફ મૂકશે. જો કે, તેમણે આશા વ્યક્ત કરી કે ચાઇના અને મેક્સિકો તેમના વેપાર વિવાદને દૂર કરવા અમેરિકા સાથે સમાધાન કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તે પણ ચાઇના સાથે વેપાર પર મડાગાંઠ માટે વાટાઘાટો કરી રહ્યા છે.

તેમ છતાં મે 10 પછી બન્ને દોશોનાં પ્રતિનિધીઓમાં આમને સામને કોઈ વાર્તાલાપ થયો નથી. એક ખાનગી ન્યુઝ એજન્સી રાયટર્સ અનુસાર ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે ,ચીન સાથેની વાટાઘાટમાં ઘણી રસપ્રદ બાબતો છે. આગળ શું થાય છે તે હવે જોઈએ . હું ઓછામાં ઓછું 300 અરબનો ટેરિફ લગાવીશ. જો કે, મને લાગે છે કે ચીન અને મેક્સિકો સમાધાન કરવા માંગે છે.

ચાઇનાના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ એક રીતે વેપારના તણાવને વધારે છે,

તો પણ ચીન જરૂરી પગલાં લેશે. નોંધનીય છે કે યુ.એસ. ગયા વર્ષે જુલાઈમાં ચીનની 250 અબજ ડોલરના માલની આયાત પર ટેરિફ લાદ્યો હતો, જે આ વર્ષે વધીને 25 ટકા થઈ ગયો હતો. ત્યાર સામેની પ્રતિક્રિયામાં ચીન 110 અબજ ડોલરના મૂલ્યના માલની આયાત પર ફી વધારી દીધી છે.

READ ALSO

Related posts

સમગ્ર વડોદરાને કલંકિત કરનારા નરાધમ જશો અને કિશન ઝડપાયા

Mansi Patel

ભાજપના અધ્યક્ષે કહ્યું,‘રાહુલ ગાંધી મેન્ટલી ડિસ્ટર્બ્ડ હોય તેવું લાગે છે’

Mayur

દિલ્હીમાં મોતની આગ : મૃતકોના પરિવારજનોને કેજરીવાલે 10-10 લાખની સહાયની જાહેરાત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!