અમેરિકા અને કેનેડાના ઘણાં પ્રદેશોમાં આગ ઓકતી ગરમી પડવાનું શરૃ થતાં હજારો લોકો પ્રભાવિત થયા હતા. મૃત્યુ આંક વધીને ૪૮૬ થયો હતો. કેનેડામાં જ વધુ ૧૦૦ લોકોનાં મોત હિટવેવના કારણે થયા હતા. અમેરિકાના ઓરેગોનમાં વધુ ૬૦ના મોત ગરમીથી થયા હતા.
ઉત્તર અમેરિકાના ઘણાં ભાગોમાં ભયાનક હિટ વેવથી જનજીવન બેહાલ બન્યું હતું. ઉત્તર-પશ્વિમના આ હિટવેવથી હજારો લોકો પર જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે. કેનેડા, ઓરેગોન અને વોશિંગ્ટનમાં હજારો લોકો આ હિટવેવથી પ્રભાવિત થયા હતા. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હિટવેવથી હાહાકાર મચી ગયો છે. હિટવેવથી કેનેડામાં આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોય એવું પ્રથમ વખત બન્યું હતું. કેટલાક સ્થળોએ તાપમાનનો પારો ૪૫થી ૫૦ ડિગ્રી નોંધાયો હતો. ભારે તાપના કારણે અમેરિકા-કેનેડાના ઘણાં પ્રાંતોમાં શાળા-કોલેજો અને વેક્સિનેશન સેન્ટર બંધ રખાયા હતા.
હિટ વેવથી જનજીવન બેહાલ

ઓરેગોનના હેલ્થ અધિકારીએ કહ્યું હતું કે હિટવેવથી વધુ ૬૦નાં મોત થયા હતા. એકલા મલ્ટનોમા કાઉન્ટીમાં જ ૪૫ લોકોનાં મોત નોંધાયા હતા. વૉશિંગ્ટનમાં ગરમીના કારણે ૨૦ લોકોનાં મોત થયાનું કહેવાયું હતું. જોકે, આંકડો ઘણો મોટો હોવાની દહેશત પણ વ્યક્ત થઈ હતી.
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના અધિકારીએ કહ્યું હતું કે છેલ્લાં પાંચ જ દિવસમાં ૧૬૫ લોકોએ ગરમી સામે દમ તોડી દીધો હતો. બ્રિટિશ કોલંબિયાના અધિકારીએ કહ્યું હતું કે હિટવેવના કારણે ખરેખર કેટલાં લોકો મૃત્યુ પામ્યા છે તેનો આંકડો મળતાં સમય લાગશે. ધારણાં કરતાં વધુ લોકો આ આકરી ગરમીનો ભોગ બન્યા હોવાની શક્યતા છે.
ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ

અમેરિકા-કેનેડામાં ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આ સ્થિતિ સર્જાઈ હોવાનું નિષ્ણાતોએ કહ્યું હતું. ખાસ તો હિટ ડોમ નામથી ઓળખાતી વાતાવરણની સ્થિતિ સર્જાઈ હતી, તેના કારણે ઉત્તર અમેરિકાના ઘણાં સ્થળોએ સરેરાશ તાપમાન આઠથી ૧૦ ડિગ્રી વધુ ગયું હતું.
Read Also
- આ 3 છોડને સૂકવવાથી ધનની હાનિ થાય છે, સુખ-શાંતિનો નાશ થાય છે
- Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે
- શરીરના આ ભાગો પર ગરોળી પડવી ખૂબ જ શુભ અને ફળદાયી
- Kangana Ranaut Photos/ મહારાણીની જેમ તૈયાર થયેલી કંગના રનૌતે આપી રોયલ વાઈબ્સ, યુઝર્સ બોલ્યા- હિમાચલની ક્વિન
- Odisha Train Accident: મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર, પૂછ્યા આ સવાલ