GSTV
News Trending World

અમેરિકા સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે કરી રહ્યુ છે મધ્યસ્થી

અમેરિકી જો બાઈડન વહીવટીતંત્ર સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને ઈજિપ્તની વચ્ચે ખાનગી રીતે મધ્યસ્થી કરી રહ્યુ છે. જો આ મધ્યસ્થી સફળ રહી તો આનાથી દુશ્મન સમજતા સાઉદી અરબ અને ઈઝરાયલની વચ્ચે સંબંધો સામાન્ય થઈ શકે છે જે બાઈડન વહીવટીતંત્ર માટે એક મોટી સિદ્ધિ હશે. આ ચર્ચાનો ઉદ્દેશ્ય ઈજિપ્તના લાલ સાગરના બે દ્વીપોને સાઉદી અરબને પાછો આપવાનો પણ છે. 

 

રિપોર્ટસ અનુસાર આ જાણકારી અમેરિકા અને ઈઝરાયલના પાંચ સૂત્રોએ આપી છે. સૂત્રોનુ કહેવુ છે કે જો મધ્ય-પૂર્વના દેશો વચ્ચે અમેરિકાની મદદથી થઈ રહેલી આ ચર્ચા સફળ થઈ જાય તો બાઈડન વહીવટીતંત્ર માટે મધ્ય-પૂર્વમાં વિદેશ નીતિની મોટી સિદ્ધિ હશે.

બાઈડનની મધ્ય-પૂર્વ યાત્રા

અમેરિકા અને ઈઝરાયલના સૂત્રોએ કહ્યુ કે શાંતિ કરાર હજુ પુરો થયો નથી અને સંવેદનશીલ વાતચીત ચાલુ છે. સૂત્રોનુ કહેવુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિનુ કાર્યાલય ઈચ્છે છે કે ચર્ચાને લઈને જૂનના અંતમાં રાષ્ટ્રપતિ બાઈડનની મધ્ય-પૂર્વની આગામી યાત્રા કરતા પહેલા એક કરાર થઈ જાય.

પોતાની આ મધ્ય-પૂર્વ યાત્રા દરમિયાન બાઈડન સાઉદી અરબ પણ જશે. આ દરમિયાન તેઓ પહેલીવાર સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનને મળશે.

વ્હાઈટ હાઉસ અને ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે આની પર કોઈ પ્રકારની ટિપ્પણી કરવાની મનાઈ કરી છે. સાઉદી અરબ અને ઈજિપ્તના દૂતાવાસોએ પણ ચર્ચાને લઈને કરવામાં આવેલા પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નથી.

મંત્રણા સફળ થઈ તો અમેરિકાની મોટી જીત મનાશે

સૂત્રો અનુસાર બાઈડન વહીવટીતંત્રનુ માનવુ છે કે જો આ મંત્રણા સફળ થશે તો મધ્ય-પૂર્વના આ દેશો વચ્ચે વિશ્વાસ પેદા થઈ શકે છે. આનાથી ઈઝરાયલ અને સાઉદી અરબની વચ્ચે સંબંધ સુધરી શકે છે અને બંને દેશોની વચ્ચે સત્તાકીય રાજદ્વારી સંબંધ સ્થાપિત થઈ શકે છે.

જો આ મંત્રણા સફળ થશે તો અબ્રાહમ કરાર બાદ મધ્ય પૂર્વમાં અમેરિકી વિદેશ નીતિની સૌથી મોટી સિદ્ધિ હશે. અબ્રાહમ કરાર ટ્રમ્પ વહીવટીતંત્રના સમયે પૂર્ણ થયો હતો. આ કરારમાં ઈઝરાયલ, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને મોરક્કોની વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

સાઉદી અરબે અબ્રાહમ કરારનુ સમર્થન કર્યુ હતુ. પરંતુ તે સમયે એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેઓ ઈઝરાયલની સાથે સંબંધોને ત્યાં સુધી સામાન્ય કરશે નહીં જ્યાં સુધી કે ઈઝરાયલ પેલેસ્ટાઈનની સાથે શાંતિ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારતુ નથી. 

મંત્રણાની સફળતાથી અમેરિકા અને સાઉદી અરબના તણાવપૂર્ણ સંબંધોમાં પણ હળવાશ આવવાની આશા છે. બાઈડનના સત્તા સંભાળ્યા બાદથી જ સાઉદી અરબ અને અમેરિકાના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. અમેરિકા સાઉદીના માનવાધિકાર રેકોર્ડ પર સતત પ્રશ્ન ઉઠાવે છે. સાઉદી પત્રકાર જમાલ ખાશોજીની હત્યા માટે પણ અમેરિકા સાઉદીના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનને જવાબદાર ઠેરવે છે. જોકે, સાઉદી આનાથી ઈનકાર કરતુ રહ્યુ છે.

MUST READ:

Related posts

રથયાત્રા માટે સરસપુરની પોળમાં પ્રસાદની તૈયારી શરૂ, 1500 કિલો સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર તો પૂરીઓની થઈ ગઈ શરૂઆત

pratikshah

અમદાવાદની યાત્રાનું અનેરું આકર્ષણ, રથયાત્રા માટે 350 જેટલા સમાજો સાથે બેઠકો કરવામાં આવી

pratikshah

અનોખી નદી/ એવી નદી જે પહાડોથી નીકળે છે, પરંતુ સમુદ્ર સુધી પહોંચતા પહેલા થઇ જાય છે ‘ગાયબ’

Damini Patel
GSTV