GSTV
Home » News » યુનાઈટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડનો ચોંકાવનારો અહેવાલ, ભારતની વસ્તી વૃદ્ધિનો દર આ દેશ કરાતા બમણો

યુનાઈટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડનો ચોંકાવનારો અહેવાલ, ભારતની વસ્તી વૃદ્ધિનો દર આ દેશ કરાતા બમણો

યુનાઈટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતની વસ્તી વૃદ્ધિનો દર ચીન કરતા પણ બમણો છે. ભારતની વસતિ વર્ષે સરેરાશ ૧.૨ ટકાના દરે વધે છે અને હવે વસ્તી નો આંકડો વધીને ૧૩૬ કરોડે પહોંચી ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના પોપ્યુલેશન-૨૦૧૯ના અહેવાલમાં ચિંતાજનક રીતે વધી રહેલી ભારતની વસ્તી પ્રત્યે દિશા નિર્દેશ કરવામાં આવ્યો હતો. ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ભારતની વસ્તી ૧.૨ ટકાના સરેરાશ વાર્ષિક દરે વધી રહી હોવાનું અહેવાલમાં કહેવાયું હતું. ચીનના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર કરતા ભારતનો વસ્તી વધારાનો દર બમણો છે. ચીનનો વર્તમાન વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર ૦.૫ ટકા છે. ભારતની વસ્તી ૨૦૧૯માં ૧૩૬ કરોડે પહોંચી ગયાનું યુએનના રીપોર્ટમાં નોંધાયું હતું. વિશ્વની વસતિ પણ એક વર્ષમાં નોંધપાત્ર રીતે વધી હતી. એક વર્ષ પહેલાંના અહેવાલમાં વિશ્વની વસતિ ૭૬૩ કરોડ હતી, જે વધીને ૭૭૧ કરોડ થઈ હતી.

ભારતની વસતિ ૧૯૯૪માં ૯૪.૨૨ કરોડ હતી. ૧૯૬૯માં દેશની વસતિ ૫૪.૧૫ કરોડ હતી. ચીનની વસ્તી અત્યારે ૧૪૨ કરોડે પહોંચી ચૂકી છે. ૧૯૯૪માં ચીનની વસ્તી ૧૨૩ કરોડ હતી અને ૧૯૬૯માં ૮૦ કરોડ હતી. ૧૯૯૪માં ૧૨૩ કરોડે વસ્તીનો આંકડો પહોંચી ગયા પછી ચીને નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળતા મેળવી હતી. તેના કારણે ૨૫ વર્ષમાં કુલ વસ્તી માં ૧૯-૨૦ કરોડનો વધારો થયો હતો. જ્યારે ભારતની વસ્તી માં ૨૫ વર્ષમાં ૪૨ કરોડ માથા ઉમેરાયા હતા.

યુએનના અહેવાલમાં ભારતના બાળમૃત્યુ દરમાં આવેલા ઘટાડાની નોંધ લેવામાં આવી હતી અને ભારતનું સ્વાસ્થ્ય સેક્ટર સુધર્યું હોવાનો સંકેત અપાયો હતો. પ્રસુતાના મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. ભારતના નાગરિકોનું સરેરાશ આયુષ્ય ૨૦૧૯માં ૬૯ વર્ષ થયું હતું, જે ૧૯૯૪માં ૬૦ વર્ષ હતું. ભારતીયોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે અને વિશ્વના સરેરાશ આયુષ્ય ૭૨ની નજીક પહોંચ્યું છે.

વર્ષ ભારત ચીન

૧૯૬૯ ૫૪.૧૫ કરોડ ૮૦.૩૬ કરોડ
૧૯૯૪ ૯૪.૨૨ કરોડ ૧૨૩ કરોડ
૨૦૧૯ ૧૩૬ કરોડ ૧૪૨ કરોડ
૨૦૧૯ વૃદ્ધિ દર ૧.૨ ટકા વૃદ્ધિ દર ૦.૫ ટકા

READ ALSO

Related posts

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સે બંગલા સાહિબ પહોંચીને કર્યા દર્શન, બે દિવસીય ભારતનાં પ્રવાસે

pratik shah

મહારાષ્ટ્રના રાજકારણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રથમવાર તોડ્યું મૌન, બધી જ પાર્ટીઓને ઝાટકી દીધી

pratik shah

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!