GSTV
Home » News » કેબિનેટમાં ટ્રિપલ તલાક-અમદાવાદ મેટ્રો મુદ્દે મહત્વના નિર્ણયો વાંચો

કેબિનેટમાં ટ્રિપલ તલાક-અમદાવાદ મેટ્રો મુદ્દે મહત્વના નિર્ણયો વાંચો

narendramodi

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝને પણ કેબિનેટે લીલીઝંડી આપી છે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ફેઝ-1નું કામ ચાલુ છે. કેબિનેટે દિલ્હી-ગાજીયાબાદ-મેરઠની વચ્ચે 82.15 કિલોમીટર સુધીના રીઝનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમને મંજૂરી આપી. આ માર્ગ ઉપર 68.03 કિલોમીટર એલિવેટેડ અને 14.12 કિલોમીટર અંડરગ્રાઉન્ડ માર્ગ બનાવાશે. જેની પાછળ રૂપિયા 30 હજાર 274 કરોડનો ખર્ચ આવશે. સરકારે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, કંપની લો સુધારા અને બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ બિલ અંગેના વટહુકમને પણ પસાર કર્યો.

કેન્દ્ર સરકારે ત્રીપલ તલાક બિલને વટહુકમ દ્વારા લાવવાનાં પ્રસ્તાવને મંજૂર કર્યો છે. કેબિનેટની બેઠકમાં અધ્યાદેશ પર નિર્ણય લેવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વટહુકમને મંજૂરી આપવામાં આવી. બીજી વખત આ વટહુકમ લાવવામાં આવ્યો છે. આ કાયદા સંબંધિત બીલ રાજ્યસભામાં પડતર છે. જો કે હવે સંસદનું સત્ર લોકસભા ચૂંટણી પછી મળવાનું છે ત્યારે સરકારે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.

ટ્રીપલ તલાક બિલ વટહુકમમાં મુસ્લિમ મહિલાને એક સાથે ત્રણ વખત તલાક..તલાક કહીને છુટાછેડા આપવાની પ્રથા પર મનાઈ ફરમાવવમાં આવી છે. આ કાયદામાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. અધ્યાદેશ મંજૂર થયા બાદ એક સાથે ત્રણ વખત ટ્રીપલ તલાક ગેરકાયદે અને અમાન્ય ગણાશે. આવું કરવા વાળી વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જ્યારે પીડિત મહિલા અથવા તેનાં નજીકનાં સંબંધી દ્વારા તલાક આપવા વાળી વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાશે ત્યારે આ કાયદા હેઠળ કાર્યવાહી થશે.

રાજ્યસભામાં પેન્ડિગ છે બીલ

13 ફેબ્રુઆરીએ રાજ્યસભાનું અંતિમ સત્ર પુરૂ થયું હતું. જેને લીધે લોકસભા ચૂંટણી માટે મહત્વનું ગણાતું ટ્રીપલ તલાક બિલ પણ રદ્દ થઈ ગયું છે. જેથી મોદી સરકારની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ગત વર્ષ 2018નાં ડિસેમ્બરમાસમાં આ બીલ લોકસભામાં પસાર થયું હતું. આ બીલ મામલે સંસદમાં લાબી ચર્ચા થઈ. વિપક્ષની માગ છે કે, મુસ્લિમ મહિલા(વિવાહ અધિકાર સંરક્ષણ) વિધેયક 2018ને પસંદગી સમિતીમાં મોકલાયું હતું. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ટ્રીપલ તલાક બીલને મહિલા વિરોધી ગણાવ્યું છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!