GSTV
Home » News » હવે ટ્રાફિકમાં પણ એબ્યુલન્સ ઝીરો વેઈટિંગ સાથે નીકળી શકશે, આશીર્વાદ રૂપ બનશે આ સિસ્ટમ

હવે ટ્રાફિકમાં પણ એબ્યુલન્સ ઝીરો વેઈટિંગ સાથે નીકળી શકશે, આશીર્વાદ રૂપ બનશે આ સિસ્ટમ

પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીની ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક્સ ક્લબ અને ધ ઇનોવેશન એન્ડ ઇક્યુબેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે પીડીપીયુ ખાતે ‘ધ યુનિકોર્ન પિચ’ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં અમદાવાદ અને અન્ય શહેરના વિદ્યાર્થીઓએ વર્લ્ડ વાઇલ ગ્લોબલ સમસ્યાઓ પર તાત્કાલિક સોલ્યુશન બતાવતા ૫૦ જેટલા સ્ટાર્ટઅપ પ્રોજેકટ રજૂ કર્યા હતા. ઇવેન્ટના ફાઇનલ રાઉન્ડમાં ૧૮ પ્રોજેક્ટ સિલેક્ટ થયા હતા. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ટ્રાફિક સોલ્યુશન, વોટર સેવિંગ અને ઇલેક્ટ્રિસિટીને લગતી સમસ્યાઓને પહેલું પ્રાધાન્ય આપ્યું હતું અને આ સમસ્યાને સોલ્વ કરતા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

ટ્રાફિક સિગ્નલ પર જે લાઇનમાં વધારે ભીડ હશે તેને વધારે સમય ફાળવાશે 

એમ્બ્યુલન્સ એપ- હેવી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ન ફસાય તે માટે એમ્બ્યુલન્સ એપ તૈયાર કરી. એમ્બ્યુલન્સ ડ્રાઇવરે ગાડી ચાલુ કરવાની સાથે તેમાં હોસ્પિટલ ડેસ્ટિનેશન નાખશે તો એપ્લિકેશન તેના એલ્ગોરિધમની મદદથી ઓછો ટ્રાફિકવાળો રસ્તો બતાવશે. આ સાથે એમ્બ્યુલન્સ ટ્રાફિક સિગ્નલ પાસે આવશે ત્યારે તે લાઇન માટે ગ્રીન લાઇટ શરૃ થઇ જશે જેને કારણે ઝીરો વેઇટિંગ સાથે એમ્બ્યુલન્સ દર્દીને લઇને હોસ્પિટલ પહોંચી શકશે. – પ્રયુશી ફલદુ અને નેવિલ વેકરિયા, પીડીપીયુ

ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ-

આ સિસ્ટમમાં અમે કેમેરા અને સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેથી એ સિગ્નલને કઇ લાઇનમાં ભીડ વધારે છે તેનો મેસેજ આપશે અને તેના આધારે ટ્રાફિક સિગ્નલ તેને અનુસરી જે લાઇનમાં ભીડ વધારે હશે તેની ગ્રીન લાઇટનો સમય વધારી દેશે.

ટ્રાફિક નિયંત્રણ અને અકસ્માત ટાળવા’સ્માર્ટ લોક સિસ્ટમ’ તૈયાર કરી

આપણા શહેરની ત્રણ મુખ્ય સમસ્યા છે, (૧) ૩૦ ટકા વાહન ચલાવતા લોકો પાસે લાયસન્સ નથી. (૨)વાહનની ચોરી (૩) ટ્રાફિક સમસ્યા. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સ્માર્ટ લોક સિસ્ટમ તૈયાર કરાઇ, જેમાં વાહન ચાલુ કરવા માટે ચાવીની સાથે ‘એટીએમ’ જેવું ડ્રાઇવિંગ લાઇસન્સ અટેચ કરવાનું રહેશે જેથી લાયસન્સ ન હોય તેવા ૩૦ ટકા લોકો વ્હિકલ ચલાવી શકશે નહી તેથી ટ્રાફિકની સમસ્યા ઊભી નહી થાય. આ સાથે આ સિસ્ટમમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરાયો છે જે વ્હિકલના ડ્રાઇવરની પેટર્ન સમજશે તેના સિવાય વ્હિકલ કોઇ ચલાવી નહી શકે. આ સાથે ડ્રાઇવરને ટ્રેડ ઝોન અને સેફ ઝોનનો એલર્ટ આપશે. વ્હિકલમાં પેરેન્ટલ કોડ હશે, જેથી બાળક વાહન ચલાવશે તો પેરેન્ટસને તે કંઇ સ્પીડે ક્યા જઇ રહ્યો છે તેની સૂચના આપશે. – લેખ પટેલ અને મનન પટેલ, ધો-૯, બેસ્ટ હાઇસ્કૂલ


READ ALSO

 

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!