GSTV
Home » News » WWE રિંગમાં ફરી ગૂંજશે The Undertakerનું નામ! આ મેચથી કરશે ધમાકેદાર વાપસી

WWE રિંગમાં ફરી ગૂંજશે The Undertakerનું નામ! આ મેચથી કરશે ધમાકેદાર વાપસી

Wrestle Maniaનું નામ લેવામાં આવે અને તેમાં The Undertakerનું નામ સામેલ ન થાય તેવું બને જ કેવી રીતે. WWEની રિંગની ‘આન બાન અને શાન’ ગણાતા  The Undertakerને લઇને મોટી ખબર સામે આવી રહી છે. એક વેબ પોર્ટલમાં છપાયેલા અહેવાલ અનુસાર The Undertaker રેસલમેનિયા 36માં નજરે આવે તેવી સંભાવના છે. ફેન્સ The Undertakerની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યાં છે.

રૉયલ રંબલ બાદ રોડ ટુ રેસલમેનિયા શરૂ થશે પરંતુ અંડરટેકરની વાપસી એટલી સરળ નહી હોય કારણ કે ફેબ્રુઆરીમાં સાઉદી અરબમાં WWEનાં PPVનું આયોજન થશે અને જો અંડરટેકર સાઉદી અરબમાં આયોજિત ઇવેન્ટમાં નજરે આવે તો તેનુ રેસલમેનિયમાં નજરે આવવુ મુશ્કેલ છે.

જણાવી દઇએ કે આવુ પહેલીવાર નથી બની રહ્યું જ્યારે ધ અંડરટેકર રેસલમેનિયમાં નજરે નહી આવી. અગાઉ ગત વર્ષે પણ અંડરટેકર રેસલમેનિયામાં અનુપસ્થિત રહ્યો હતો અને 2018માં ફક્ત તેની એક નાનકડી મેચ જૉન સીના સાથે થઇ હતી. તે બાદ એક્સટ્રીમ રૂલ્સમાં રોમન રેંસના તેણે શેન મેકમેહન અને મેકઇંટાયરનો સામનો કરતાં તેમને ધૂળ ચટાડી હતી. તે બાદથી અત્યાર સુધી અંડરટેકર રિંગમાં નજરે નથી આવ્યો.

હવે તેવામાં ફેન્સ માટે રેસલમેનિયા 36 આશાની કિરણ છે કે કદાચ દર્શકોની ડિમાન્ડને ધ્યાનમાં લેતા The Undertakerની રિંગમાં વાપસી કરાવામાં આવે પરંતુ હાલ આ ખબરની પુષ્ટિ ન કરી શકાય.

મહત્વનું છે કે હાલ ફેન્સ રૉયલ રમ્બલની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ટેક્સાસના મિનિટ મેડ પાર્કમાં રવિવારે રાતે એટલે કે 26 જાન્યુઆરીએ આ ઇવેન્ટ આયોજાશે. ભારતીય સમયાનુસાર દર્શક તેને 27 જાન્યુઆરીએ જોઇ શકશે.

Read Also

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!