GSTV

એ દિવસે ક્રિકેટની અનિશ્ચિતતાએ મહાન ડોન બ્રેડમેનનો પણ લીધો હતો ભોગ

ડોન

ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે. અહીં ગમે તે થઈ શકે છે. બોલર બોલ ફેંકવા દોડે પરંતુ છેલ્લી ઘડીએ બોલ ફેંકી શકે નહીં અને ત્યાર બાદ તેની કરિયર પણ ખતમ થઈ જાય તેવું પણ બને અને 99 રન પર હોય અને સદીથી વંચિત રહી જાય તેમ પણ બની શકે છે. મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન સાથે પણ આમ બનેલું છે.

100ની સરેરાશ રાખવા માટે ડોન બ્રેડમેનને જરૂર હતી 4 રનની

આજથી બરાબર 72 વર્ષ અગાઉ એટલે કે 1948ની 14મી ઓગસ્ટે ડોન બ્રેડમેન તેમની કરિયરની અંતિમ મેચ રમ્યા હતા.
ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયન ટીમ ટેસ્ટ મેચ રમતી હતી. મેચના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 52 રનમાં આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવી. મહાન બ્રેડમેને આ મેચ અગાઉથી જ જાહેર કરી દીધું હતુ કે આ તેમની અંતિમ ટેસ્ટ છે. મેચ શરૂ થઈ તે અગાઉ બ્રેડમેનની કરિયરની સરેરાશ પ્રતિ ઇનિંગ્સની 101.39 રનની હતી. આમ તેમણે કરિયરને અંતે 100.00ની સરેરાશ રાખવી હોય તો તેમણે માત્ર ચાર રન કરવાના હતા. આ મેચ અગાઉ 6996 રન ફટકારનારા અને વર્લ્ડ રેકોર્ડ એવી 29 સદી ફટકારનારા બ્રેડમેન માટે ચાર રન ખાસ મોટી વાત ન હતી. સિડ બાર્નસ અને આર્થર મોરીસે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો અને પહેલી વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી દીધી.

આમ પ્રથમ દિવસની રમતનો અંત નજીક હતો એવામાં સિડ બાર્નસ આઉટ થતાં બ્રેડમેન મેદાનમાં પ્રવેશ્યા, સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌએ તેમનું અભિવાદન કર્યું એટલે સુધી કે બંને અમ્પાયર્સ પણ બ્રેડમેનને આવકારતા જોવા મળ્યા હતા.સામે છેડે બોલર હતો એરિક હોલીસ. બ્રેડમેન પહેલો બોલ તો આસાનીથી રમ્યા પરંતુ બીજા જ બોલે તેઓ બોલ્ડ થઈ ગયા. મેદાનમાં સન્નાટો છવાઈ ગયો અને ડોન બ્રેડમેન 99.94ની સરેરાશ પર જ અટકી ગયા. આમ તેઓ પોતાની છેલ્લી મેચમાં ચાર રન પણ કરી શક્યા નહીં.

મજાની વાત તો એ છે કે જો બ્રેડમેને ઇચ્છ્યું હોત તો તેઓ કરિયર લંબાવી શક્યા હોત. આમ ઘણા ક્રિકેટર કરી ચૂક્યા હતા પરંતુ માત્ર 100ની એવરેજ હાંસલ કરવા માટે બ્રેડમેન પોતાનો નિર્ણય બદલવા માગતા ન હતા. બ્રેડમેનના આ ઝીરોને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી યાદગાર ઝીરો માનવામાં આવે છે.

Read Also

Related posts

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari

એનસીબીએ એવો તો કયો ડર બતાવ્યો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે

Bansari

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!