GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

સરકારને પહેલા જ કહી દીધેલું કે તીડ આવે છે છતાં કુંભકર્ણ નિંદ્રામાં ઘોરાળતા રહ્યાં

ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ રણ તીડના આક્રમણનો સામનો કરી રહ્યા છે. કરોડોની સંખ્યામાં ત્રાટકતા આ તીડનો ત્રાસ જગતના અનેક દેશોમાં છે. માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન (એફએઓ-ફાઓ) દ્વારા તીડના હલચલન પર નજર રાખવામાં આવે છે. તીડ કઈ દિશામાં આગળ વધશે એ માટે સૂચના પણ આપવામાં આવે છે. ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન જ આ તીડ ગુજરાતમાં ત્રાટકશે એવી સૂચના ફાઓએ બહાર પાડી હતી. ગુજરાત સરકારે એવી કોઈ ચેતવણી પર ધ્યાન આપ્યું નહીં. માટે આજે લાખો ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.

આ તીડના બચ્ચાંનો જન્મ થવાની શરૂઆત થઈ અને તેમની મૂવમેન્ટ શરૂ થઈ ત્યારે જ ફાઓએ લખ્યું હતું કે આ તીડની સફર પૂર્વ તરફ ચાલુ રહેશે. સંભવતઃ તીડ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન ભારતની સરહદ તરફ આગળ વધશે એવી સૂચના અપાઈ હતી. એ સૂચના પ્રમાણે જ તીડ આગળ વધી રહ્યા છે. સરકારે જો ત્યારે જ ધ્યાન આપ્યું હોત તો ખેડૂતો સમયસર સાવધ થઈને તીડથી બચવા શક્ય એટલા ઉપાયો કરી શક્યા હોત. બાઈબલ જેવા ગ્રંથોમાં ઉલ્લેખ પામેલા આ તીડની ખાવાની ક્ષમતા બેજોડ છે. એક તીડનું ટોળું રોજના દસ હાથી જેટલો ખોરાક ખાઈ શકે છે.

તીડના કુલ દસ પ્રકાર નોંધાયા છે, પરંતુ તેમાંથી આ રણ તીડ સૌથી વધુ ખતરનાક છે. ભારત પર નિયમિત રીતે તેનો હુમલો થતો રહે છે.  ભારત સરકાર દ્વારા સંચાલિત ‘લોકસ્ટ (તીડ) વૉર્નિંગ સેન્ટર(એલડબલ્યુઓ)’ જોધપુરમાં કાર્યરત છે. છેક ૧૯૩૯માં તેની સ્થાપના થઈ હતી. આ સેન્ટર દ્વારા પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી હતી.

એલડબલ્યુઓ દ્વારા અંદાજ લગાવાયો છે કે રાજસ્થાન-ગુજરાતનો કુલ ૨ લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર આ તીડથી નુકસાનગ્રસ્ત થઈ શકે છે. આ તીડ નિયમિત રીતે આતંક મચાવતા હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે માહિતીની આદાન-પ્રદાનનો પણ રીવાજ છે. પાકિસ્તાનમાં તીડનું આક્રમણ થાય ત્યારે પાકિસ્તાન ભારતને જાણ કરે છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં હવામાન પલટાયું : શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Harshad Patel

ગુજરાતમાં રૂપાણી સરકારને કોરોનામાં મળી મોટી સફળતા, વધતા કેસ વચ્ચે હવે માત્ર 31 ટકા કેસ એક્ટિવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!