GSTV

પાયલટ અને સિંધિયાને મુખ્યમંત્રી બનતાં કોંગ્રેસના આ 2 કદાવર નેતાઓએ રોક્યા, બન્યા વિલન

રાજસ્થાનમાં હાલમાં ઘીના ઠામમાં ઘી ભળ્યું છે. અશોક ગહેલોત સીએમ અને પાયલટ ડે. સીએમ બનવા માટે તૈયાર થઈ ગયા છે. 2 દિવસ સુધી ચાલેલા આ ડ્રામમાં પાયલટની મુખ્યમંત્રી બનવાની જીદને પગલે મામલો ગરમાઈ ગયો હતો. જેમની વાત સાથે કોંગ્રેસ પણ સહમત હતું. જેને પગલે પાયલટ સાથે અન્યાય ન થાય તે માટે રાહુલે પ્રિયંકા અને સોનિયાને પણ સાથે રાખ્યા હતા.

અહમદ પટેલે ઉપકાર વાળવા આગેવાની નિભાવી

અશોક ગહેલોતને સીએમ બનાવવા માટે અહેમદ પટેલ મેદાને આવી ગયા હતા. જેઓએ પ્રિયંકા અને સોનિયાને મનાવીને રાજી કરી લીધા હતા. જેઓ રાહુલ ગાંધીને મનાવી શક્યા ન હતા. કારણ કે રાહુલ એમ ઇચ્છતા હતા કે પાયલટને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય. જેને પગલે સોનિયા ગાંધી સાથે પણ રાહુલના ઘર પર 2 વાર મીટિંગો યોજાઈ હતી. અહમેદ પટેલ ગહેલોતે રાજ્યસભાની સીટ જીતાડી તેનો બદલો વાળવા માગતા હતા. જેનો ફાયદો અશોક ગહેલોતે પણ અહમદ પટેલને આગળ કરીને ઉઠાવ્યો હતો. જેઓએ સોનિયાને તો ભરોસામાં લીધા હતા પણ રાહુલને મનાવી શક્યા ન હતા. આખરે જીત અશોક ગહલોતની થઈ અને પાયલટે નાયબ સીએમ પદ સ્વીકારવું પડ્યું. પાયલટના પિતા રાજેશ પટેલ પણ મુખ્યમંત્રી બનતાં બનતાં રહી ગયા હતા અને મોતીલાલ વોરા મુખ્યમંત્રી બની ગયા હતા.

સિંધિયાની મહેનત ન લાગી કામ

આ જ સ્થિતિ એમપીમાં હતી. કમલનાથ અને સિંધિયા વચ્ચે પણ મુખ્યમંત્રી પદની રેસ હતી. જેમાં સિંધિયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગામડાઓમાં જઈને ખૂબ મહેનત કરી હતી અને પૈસાનો પણ ખર્ચ કર્યો હતો. સિંધિયા એમપીના સીએમ બનવાને લાયક હતા. જેઓએ કમલનાથને ટકકર આપી રહ્યાં હતા. આમ છતાં તેઓએ પાયલટની જેમ ટક્કર લેવાનું મુનાસિબ ના માન્યું અને હટી ગયા. આજે કમલનાથ મુખ્યમંત્રી બની રહ્યાં છે.

દિગ્વીજયસિંહને અસ્તિત્વનો હતો ખતરો

પાટલટને જેમ અહેમદ પટેલ નડ્યા તેમ સિંધિયાને દિગ્વીજયસિંહ નડ્યા છે. દિગ્વીજયસિંહ કોઇ પણ કાળે સિંધિયાને મુખ્યમંત્રી બનતા રોકવા માગતા હતા. કમલનાથ સીએમ ના બને તો દિગ્વીજયસિંહનું અસ્તિત્વ ખતરામાં પડે તેવી સ્થિતિ હોવાથી તેમણે દીકરાના ભવિષ્યને ધ્યાને લઇને કમલનાથને સીએમ બનાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યો અને આખરે સીએમ પદનો તાજ કમલનાથના ફાળે ગયો. આમ પાયલટ અને સિંધિયાએ ભરપૂર મહેનત કરી કોંગ્રેસને જીતાડી પણ આ અનુભવીઓએ તેમનું સીએમ બનવાનું સપનું ના પૂરું થવા દીધું. દિગ્વીજયે કમલનાથને સાથ આપી દીકરાના ભવિષ્યની પણ તૈયારી કરી લીધી છે.

Related posts

વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે મોટી સફળતા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને રાપર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો મુખ્ય આરોપી

Nilesh Jethva

દુનિયામાં જીવવા માટે આપણી પાસે બસ આટલો સમય છે, જુઓ આ ઘડિયાળમાં કેટલો સમય જીવતા રહીશું આપણે

Pravin Makwana

સુરતના હીરા બજારની ચમક વધશે, મુંબઈ હીરા બુર્સની 250થી વધુ કંપનીઓએ ડાયમંડનગરીની વાટ પકડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!