પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પોસ્ટર મુદ્દે ભાજપના સંબિતે કહ્યું આ બે આરોપી

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના મહાસચિવની જવાબદારી સંભાળ્યાના એક દિવસ બાદ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, ભ્રષ્ટાચાર હંમેશા કોંગ્રેસનો એજન્ડા રહ્યો છે. આજે સવારે કોંગ્રેસ કાર્યાલય બહાર બે આરોપીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે આરોપીઓ જામીન પર બહાર છે.

સંબિત પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને તેમના જીજાજી રોબર્ટ વાડ્રાએ દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં પાંચ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો. જ્યારે વાડ્રા મની લોન્ડ્રિંગ કેસમા સંડોવાયેલા છે. સંબિત પાત્રાએ કહ્યું કે, સીસી થંપી સંજય ભંડારી અને વાડ્રા માટે કામ કરતો હતો. જેણે 2009ની ડીલ બાદ સ્કાઈલાઈટના બેંક ખાતામાં નાણા જમા કરાવ્યા હતા. અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી.

સંબિત પાત્રાએ જણાવ્યુ કે, વાડ્રાની લંડનમાં પ્રોપર્ટી છે. જે માણસ રોડપતિ હતો એ અચાનક કેવી રીતે કરોડપતિ થયો. કોંગ્રેસ તેનો જવાબ આપે. વાડ્રાની લંડનમાં આઠથી નવ સંપત્તિ છે. આ તમામ સંપત્તિ ક્યાંથી આવી. જેની કિંમત કરોડો રૂપિયામાં છે. આ ઉપરાંત સંબિત પાત્રાએ કેટલાક પુરાવાઓ પણ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter