GSTV
Home » News » મહાભારત કાળના રહસ્ય પરથી ઉઠશે પડદો, યુપીના આ જિલ્લામાં મળ્યા 3800 વર્ષ જૂના પુરાવા

મહાભારત કાળના રહસ્ય પરથી ઉઠશે પડદો, યુપીના આ જિલ્લામાં મળ્યા 3800 વર્ષ જૂના પુરાવા

મહાભારત કાળને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં બાગપતના સિનૌલી ખાતે ખોદકામ કરનારા ભારતીય પુરાતત્વ ખાતા(એએસઆઈ)ને ભારે મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન ખોદકામ દરમિયાન મળેલા અવશેષો 3,800 વર્ષ જૂના હોવાનું સાબિત થયું છે. 

ભારતીય પુરાતત્વ ખાતાએ બાગપતના સિનૌલી ખાતે સતત બે વર્ષ સુધી ખોદકામ કરીને એકત્રિત કરેલા પુરાવાઓેને તપાસ માટે લેબમાં મોકલ્યા હતા. કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી કરવામાં આવેલી તપાસમાં ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો 3,800 વર્ષ પુરાણા હોવાનું સાબિત થયું હતું.

આ ઉપરાંત ખોદકામ દરમિયાન એક હોજ મળી આવ્યો હતો જે એક સિક્રેટ ચેમ્બર હોવાનું માનવામાં આવે છે. આ ચેમ્બરનું પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં હોવાના સંકેત મળ્યા છે. ચેમ્બરનો ઉપયોગ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવતા શબને લેપ વગેરે લગાવવા માટે કરવામાં આવતો હતો અને ત્યાર બાદ શબને શબપેટીમાં મુકીને જમીનમાં દાટી દેવામાં આવતા હતા. 

બાગપતના સિનૌલી ખાતે સતત બે વર્ષ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન શાહી શબપેટીઓ, બે શબપેટી સાથે રથ, ધનુષ બાણ, તલવાર, યુદ્ધ સમયે માથાની રક્ષા માટે પહેરવામાં આવતું કવચ વગેરે મળી આવ્યું હતું જે શબપેટીમાં રાખવામાં આવેલા મૃતદેહો યોદ્ધાઓના હોય તે દિશામાં ઈશારો કરે છે.

શબપેટીઓની સાથે માટીના વાસણોમાંથી સળગેલા અવશેષો મળી આવ્યા હતા. એએસઆઈએ માટીના વાસણોમાં રહેલા અવશેષો કેટલા પ્રાચીન છે તે જાણવા તેના ત્રણ નમૂના લખનૌૈ ખાતેની બીરબલ સાહની પુરાવિજ્ઞાાન સંસૃથાને મોકલ્યા હતા અને એકાદ મહીના પહેલા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં અવશેષો 3,800 વર્ષ પ્રાચીન હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. 

એક અભ્યાસ પ્રમાણે આશરે 3,800 વર્ષ પહેલા ઉત્તર વૈદિક કાળ યુગ હતો જેમાં ત્રણ રીતે શબની અંતિમ વિિધ કરવામાં આવતી હતી. પુરાતત્વવિદ ડો. સંજય મંજુલના કહેવા પ્રમાણે તેઓ સિનૌલી ખાતેથી મળેલા અવશેષો મહાભારતના યૌદ્ધાઓના છે તેવો દાવો નથી કરી રહ્યા પરંતુ તે આપણે જેને મહાભારત કાળ માનીએ છીએ તેના સાથે જ સંબંિધત છે અને કાર્બન ડેટિંગ પ્રક્રિયામાં પણ તે સાબિત થયું છે. ખોદકામ કરવામાં આવ્યું તેની આસપાસના ક્ષેત્રોની તપાસ દરમિયાન જમીનમાં હજુ વધુ શબપેટીઓ હોવાના પુરાવા મળ્યા છે જેના પર ભવિષ્યમાં કામ કરવામાં આવશે.

Read Also

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!