ગુણોનો ખજાનો છે સોયાબીન મિલ્ક, ફાયદા જાણીને થઇ જશો ફિદા

soybean

સોયાબિન (soybean) ના ગુણોથી આપણે સૌ પરિચિત છીએ. સોયાબિનને સારી રીતે વાટીને દૂધમાં મિક્સ કરવાથી સોયા મિલ્ક બને છે. આ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઉતરે છે.

મધને સોયા મિલ્કમાં નાંખીને ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો અને પછી નવશેકુ કરીને પીવો. સોયા મિલ્કમાં ભરપૂર પ્રમાણમાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન બી 12 જેવા ખનીજ હોય છે.

ફાયદા –

– આમાં એન્ટિઓક્સિડન્ટ વધારે હોવાથી તેના સેવનથી કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

– તેમાં વિટામિન બી 12 ભરપૂર પ્રમાણમાં હોવાથી એના સેવનથી શારીરિક નબળાઈ પણ દૂર થાય છે. સવારના નાસ્તામાં સોયા મિલ્ક પીવાથી નબળાઈ દૂર થાય છે અને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે.

– સોયા મિલ્કમાં મધ મિક્સ કરીને પીવાથી હાડકાં મજબૂત થાય છે. કેલ્શિયમ, વિટામિન ડી અને આયરનથી ભરપૂર હોવાથી હાડકાંની મજબૂતાઈ વધે છે. તેમાં મધ હોવાથી તેમાં આઇસોફ્લેવૉસનું પ્રમાણ પણ વધી જાય છે. તેથી રોજ તેને પીવાથી ઓસ્ટિયોપોરોસિસને થતા રોકી શકાય છે.

– આયર્નથી ભરપૂર હોવાને લીધે એના સેવનથી એનિમિયા (લોહીની ઉણપ) દૂર થાય છે. એનિમિક લોકોએ આને ડાયેટમાં સ્થાન આપવું જોઈએ.

– આ ડ્રિન્કમાં કેલરીનું પ્રમાણ બહુ ઓછું હોવાથી ચરબી ઝડપથી ઘટે છે અને પરિણામે વજન પણ ઉતરે છે. જો તમારે વજન ઘટાડવું હોય તો રોજે આ પીણું પીવું જોઈએ.

– જો તમે જિમ જતા હોવ તો આ ડ્રિંક પીવાથી તમને વધારે લાભ થશે કારણ કે એમાં પ્રોટીન હોય છે. તે મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે. હૃદયની બીમારીથી બચવામાં પણ સોયા મિલ્ક મદદરૂપ રહે છે.  તે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, જેનાથી હૃદયની બીમારીઓથી બચી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter