અમરેલીમાં સિંહોના જીવ બચાવવા શ્વાનને આપવામાં આવે છે આ ટ્રિટમેન્ટ

ગીર પંથકમાં સિંહોના મૃત્યુ બાદ સફાળી જાગેલી સરકાર અને વનવિભાગે સિંહોની સાથે સાથે હવે શ્વાન અને અન્ય પશુઓને પણ રસી આપવાની શરૂઆત કરી છે. ત્યારે રહી રહીને જાગેલા વનવિભાગની આ કામગીરીથી એક સવાલ જરૂરથી ઉઠી રહ્યો છેકે પરિસ્થિતી કેટલી હદ સુધી વણસી હશે કે હવે શ્વાન અને અન્ય પશુઓને પણ રસી અપાઇ રહી છે. મળતી માહિતી મુજબ ધારીમાં ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં સિંહોના મોત બાદ ધારી પંથકના શ્વાન અને અન્ય પશુઓને રસી અપાઇ છે.

જેમાં જંગલ નજીક 20 ગામોના શ્વાનોને પકડીને ધારીના પશુ દવાખાનામાં રસી અપાઇ રહી છે. ત્યારે સુત્ર તરફથી મળતી માહિતી મુજબ વનવિભાગના કહેવાથી રસી અપાઇ રહી છે. આ ઉપરાંત 31 સિંહોને રસી અપાયા બાદ વનવિભાગે 200 ચોરસકિલોમીટર વિસ્તારમાં વધુ 30 સિંહોના લોહીના નમૂના પણ લેવાયા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter