GSTV
India News Trending

અમદાવાદથી ઉપડશે ટ્રેન… / નવી વંદે ભારત એક્સપ્રેસ યુરોપિયન ટ્રેનોને સ્પીડમાં માત આપશે!, ભારતીય રેલ્વે કરી રહી છે તૈયારી

દેશમાં હાલમાં બે વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. ભારતીય રેલ્વે વંદે ભારત ટ્રેનોને ઘણા વધુ રૂટ પર ચલાવવાનું વિચારી રહી છે. દરમિયાન, પશ્ચિમ રેલ્વેને ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ)માંથી વંદે ભારત ટ્રેન સેટનો નવો રેક ફાળવવામાં આવ્યો છે. આ ફાળવણી રેલ્વે મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. 18 કોચ સાથેનું અત્યાધુનિક વંદે ભારત રેક પશ્ચિમ રેલવે ઝોનને ફાળવવામાં આવ્યું છે. આ રેક સંપૂર્ણ રીતે આઇસીએફને મોકલી દેવામાં આવ્યો છે. આ રેકમાં ફિનિશિંગ સ્વરૂપે માત્ર પાંચ ટકા કામ બાકી છે.

પશ્ચિમ રેલવેને ફાળવવામાં આવેલ પ્રથમ વંદે ભારત ટ્રેન સેટ લગભગ તૈયાર છે. તેમાં સીટો લગાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નવી વંદે ભારત ટ્રેનમાં સીટો સ્કાય બ્લુ કલરની છે. આઇસીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આ રેક લગભગ રવાના કરી દીધો છે. તેમાં સીટ મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં હવે લગભગ પાંચ ટકા ફિનિશિંગનું કામ બાકી છે જે એકાદ બે સપ્તાહમાં પૂર્ણ થશે. ત્યાર બાદ તેને રેલ્વે મંત્રાલયની સૂચના મુજબ પશ્ચિમ રેલવે ઝોન મુંબઈમાં મોકલવામાં આવશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે પ્રથમ વંદે ભારત ટ્રેનનો સેટ પશ્ચિમ રેલવેને ફાળવવામાં આવ્યો છે. આ માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. અમે સૌપ્રથમ મુંબઈ-અમદાવાદ રૂટની દરખાસ્ત તૈયાર કરી છે અને તેને ચલાવવાનું સમયપત્રક પણ બનાવ્યું છે, પરંતુ તે હજુ પ્રાથમિક તબક્કામાં છે. તેનો અર્થ એ છે કે તેને બદલવું શક્ય છે. બંને રૂટ અને સમયપત્રક અંગે રેલ્વે મંત્રાલયની સૂચના બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ તમામ પાસાઓ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે, જ્યાં ટ્રેનના મેન્ટેનન્સ માટે અન્ય તૈયારીઓ કરવાની છે. રેલવે મંત્રાલયના નિર્દેશ પર આ રેક મુંબઈ આવશે.

એક વરિષ્ઠ આઇસીએફ અધિકારીએ જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નવું વર્ઝન પ્રતિ કલાક 160 કિલોમીટરના બદલે 180 કીલોમીટરની ઝડપે દોડશે. વર્ષ 2025 સુધીમાં, ટ્રેનની ગતિ ક્ષમતા 220 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવા માટે અપગ્રેડ થવાની અપેક્ષા છે. તે પછી તે 260 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડર હાંસલ કરી શકે છે, જે યુરોપમાં હાઇ-સ્પીડ ટ્રેનોની સરેરાશ ઝડપ સાથે મેળ ખાય છે.

ભારતીય રેલ્વેએ આગામી ત્રણ વર્ષમાં 300 વંદે ભારત ટ્રેન સેટ (2025) બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે 2028 સુધીમાં વધીને 500 ટ્રેનો થઈ જશે. ઓગસ્ટ 2022 સુધીમાં, ભારતને આઝાદી મળી ત્યારથી રેલવેએ આમાંથી ઓછામાં ઓછી 75 ટ્રેનોનું નિર્માણ કર્યું હશે. 500 ટ્રેનોના લક્ષ્યાં કને પહોંચી વળવા માટે, ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ દર મહિને લગભગ 10 વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Read Also

Related posts

મોટા સમાચાર / EVMથી જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની અરજી ફગાવી

Bansari Gohel

લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા

Bansari Gohel

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel
GSTV