GSTV

વઘઈ-સાપુતારા માર્ગ પર પ્રવાસન નિગમની એક ભૂલને કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

Last Updated on July 30, 2019 by Mansi Patel

ડાંગ જિલ્લાના વઘઇ સાપુતારા માર્ગ પર રંભાસ જામલાપાડા ગામની સીમમાં સ્ટેટ હાઇવે પર પ્રવાસન નિગમ દ્વારા ગીરમાળ ધોધ જવા માટે મુકવામા આવેલ દિશા સૂચક બોર્ડ ખોટુ મુકતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ બોર્ડ ખરા અર્થમાં સુબિર કયાં તો આહવા રોડ પર મુક્યું હોય તો સાચું હોત પણ આ દિસા સૂચક બોર્ડ વઘઇ સાપુતારા રોડ પર મુકાતા પ્રવાસન નિગમની બેદરકારી સામે આવી છે.

ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા સાપુતારાનો સતત વિકાસ કરવામાં આવતા આજે સાપુતારાએ દુનિયાભરમાં પ્રખ્યાત બન્યું છે. ડાંગ જિલ્લામાં ઘણા બધા નાના મોટા ધોધ આવેલા છે. જેને જોવા માટે ગુજરાત સહિત બીજા રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. અને અહીં મનમૂકીને કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે.

તેવામાં સ્ટેટ હાઇવે પર ગીરા વોટરફોલનો બોર્ડ ખોટા રસ્તે મુકાતાં પ્રવાસીઓ અડધે થી રિટર્ન થતાં હોય છે. જેને લઇને પ્રવાસીઓ રોષે પણ ભરાયા છે. વહેલી તકે આ બોર્ડ સુબિર કયાંતો આહવા માર્ગ પર મુકવામાં આવે તો આ દિશા સૂચક બોર્ડ ખરા અર્થમાં સાબિત થશે.

READ ALSO

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!