GSTV
Home » News » દેશભક્તિથી ભરેલા એ ડાઈલોગ્સ જે સાંભળી તમારા રૂવાળા ઉભા થઈ જશે

દેશભક્તિથી ભરેલા એ ડાઈલોગ્સ જે સાંભળી તમારા રૂવાળા ઉભા થઈ જશે

બોલિવૂડ ઘણી જોનર ફિલ્મો માટે લોકપ્રિય છે. એવું જ એક જોનર દેશભક્તિની ફિલ્મોનું છે. સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે છે. તેવામાં નજર નાખીએ એવા ડાયલોગ્સ પર જે દેશભક્તિની ફિલ્મોમાં ઓતપ્રોત છે અને અત્યારના સમયમાં પણ દર્શકોના રૂવાંટા ઊભા કરી દે છે.

ચક દે ઈન્ડિયામાં શાહરૂખ ખાન
મને સ્ટે્ટસના નામ નથી સંભળાતા કે દેખાતા પણ નથી. ખાલી એક જ દેશનું નામ સંભળાય છે, ઈન્ડિયા
ગદ્દરમાં સની દેઓલ
અશરફ અલી! તમારું પાકિસ્તાન જિંદાબાદ છે, એમાં અમને કોઈ તકલીફ નથી પરંતુ અમારું હિન્દુસ્તાન જિંદાબાદ છે, જિંદાબાદ હતું અને જિંદાબાદ રહેશે.

નમસ્તે લંડનમાં અક્ષય કુમાર
એવી સભ્યતા જેમાં એક કેથોલિક મહિલા પ્રધાનમંત્રીની ખુરશી, એક શીખ માટે છોડી દે છે અને એક શીખ પ્રધાનમંત્રીની શપથ એક મુસ્લિમ રાષ્ટ્રપતિથી લે છે. અને તે દેશની કમાન સંભાળવા માટે 80 ટકા લોકો હિન્દુ છે.
લક્ષ્યમાં ઋત્વિક રોશન
આ ઈન્ડિયન આર્મી છે, અમે દુશ્મનીમાં પણ એક પ્રામાણિકતા રાખીએ છીએ.

સ્વદેશમાં શાહરૂખ ખાન
હું નથી માનતો કે અમારો દેશ દુનિયામાં સૌથી મહાન દેશ છે, પરંતુ એ જરૂર માનું છું કે અમારામાં કાબેલિયત છે, તાકાત છે, દેશને મહાન બનાવવાની. અમે અંદરોઅંદર ઝઘડતાં હોઈએ છીએ, જ્યારે આપણે લડવું જોઈએ અશિક્ષાની સામે, વધતી જતી આબાદી સામે, ભ્રષ્ટાચારની સામે.
બોર્ડરમાં સુનિલ શેટ્ટી
અમે તો બીજાની ધરતી પર નજર પણ નથી કરતાં પરંતુ એટલા નાલાયક છોકરા પણ નથી કે કોઈ અમારી ધરતી મા પણ નજર નાખે અને ચુપચાપ જોઈ રહીએ.

રંગ દે બસંતી માધવન
દૂરથી કોમેન્ટ્રી આપવી સરળ હોય છે. બીજાને ગાળ આપવી પણ સરળ છે. જો તને આટલો પ્રોબ્લેમ હોય તો તમે બદલો તમારા દેશને, આ તમારો પણ દેશ છે. પોલિટિક્સ જોઈન કરો, પોલીસ અથવા આઈએએસમાં ભર્તી થઈ જાવ, બદલો વસ્તુઓને.પરંતુ તમે નહીં કરો. હું કહું કેમ? કેમકે ઘરની સફાઈમાં હાથ ગંદા કેમ કરીએ. જો એટલી જ હિંમત હોય તો, આગળ વધો, બદલો દેશનું ભવિષ્ય.

ધ લીજેન્ડ ઓફ ભગતસિંહમાં અજય દેવગન
તમે નમકનો હક અદા કરો, મેં માટીનો હક ચૂકવો.

Read Also

Related posts

વિશ્વનાં આ 5 દેશો પણ ભારત સાથે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનની કરે છે ઉજવણી

Path Shah

ભારત જ નહી, આ 4 દેશો પણ 15 ઑગસ્ટે જ થયાં હતાં આઝાદ

Bansari

12 ઓગસ્ટ 1765 : ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ એ સાથે જ દરેક 12 ઓગસ્ટ નવો ઈતિહાસ રચે છે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!