GSTV

Photo / ઈજિપ્તમાં ખુલ્લી મુકાઈ 4500 વર્ષ પહેલા બનેલી રાજા જોસરની કબર, જૂઓ અંદરનો અકલ્પનિય નજારો

Last Updated on September 15, 2021 by Zainul Ansari

ઇજિપ્ત રહસ્યોનો દેશ છે અને રહસ્યનું કેન્દ્ર ત્યાં નાઈલના કાંઠે ફેલાયેલા પિરામિડો છે. એ પિરામિડોમાંથી નીત-નવા રહસ્યો બહાર નીકળતા રહે છે. એટલે જગતભરના પ્રવાસીઓને પિરામિડો જોવાનું હંમેશા આકર્ષણ રહે છે. એ આકર્ષણમાં ઉમેરો થયો છે. 4500 વર્ષ પહેલાના રાજા (ઈજિપ્તની ભાષામાં ફેરોહ) જોસરની કબર હવે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકી દેવાઈ છે. મતલબ કે પ્રવાસીઓ સાડા ચાર હજાર વર્ષ પહેલાના જમાનામાં ટાઈમ ટ્રાવેલ કરી શકશે.

ઈજિપ્તના રાજવીઓ, ફેરોહ અંગે વિવિધ ફિલ્મો, સિરિયલો બની છે. અને કહાનીઓ પણ જગતભરમાં ફરતી રહે છે. રહસ્ય, રોમાંચ, રાજવીઓનું વૈભવશાળી જીવન વગેરે પિરામિડ સાથે સંકળાયેલા છે. માટે અહીં આવનારા પ્રવાસીઓ એ દુનિયા જોઈને અભિભૂત થયા વગર રહેતા નથી. એ આકર્ષણમાં હવે રાજા જોસરની કબરનો ઉમેરો થયો છે. જોસરે 19 વર્ષ સુધી શાસન કર્યું હતું.

રાજાની કબરને એ જમાના જેવી જ બનાવવા માટે ઈજિપ્તના સંશોધકો પંદર વર્ષથી મહેનત કરતા હતા. કેમ કે સાડા ચાર હજાર વર્ષ પહેલા જે હાલતમાં કબર બની હોય એના જેવી જ દેખાય તો જ એ મહત્વની છે. અલબત્ત સાડા ચાર હજાર વર્ષ પહેલા જે સામગ્રી વપરાતી હતી એ બધી આજે ઉપલબ્ધ નથી હોતી. પરંતુ ઈજિપ્તનું પુરાતત્વ ખાતું શક્ય એટલી સમાનતા જાળવી પિરામિડોનું રિસ્ટોરેશન કરે છે. પિરામિડો માટે ઈજિપ્તમાં ખાસ મિનિસ્ટ્રી ઓફ એન્ટિક્વિટી એન્ડ ટુરિઝમ ઉભું કરવામાં આવ્યું છે.

કબર વિવિધ પ્રકારની ટાઈલ્સ, શિલ્પો, ચિત્રો, કોતરકામ કરેલા પથ્થરોથી સજાવેલી હતી. એવો જ દેખાવ ફરી ઉભો કરાયો છે. આ કબર જમીન કરતા નીચી એટલે કે અન્ડરગ્રાઉન્ડ છે. માટે પ્રવાસીઓ અંદર પ્રવેશે એ સાથે તેમને નવી દુનિયામાં આવી ગયાનો અહેસાસ થાય છે. આ પિરામિડનો દેખાવ પણ બહારથી સામાન્ય બાંધકામ જેવો છે, કેમ કે તેનું ઘણુંખરું સ્થાપત્ય અન્ડરગ્રાઉન્ડ છે. પ્રવાસીઓએ કબર સુધી પહોંચવા માટે લગભગ 100 ફૂટ નીચે સુધી જવુ પડે છે. એ પછી પણ કબરની મુખ્ય ચેમ્બર સુધી જવા માટે અનેક વાંકાં-ચૂકા રસ્તામાંથી પસાર થવું પડે છે.

પ્રાચીન મિસર (ઈજિપ્ત)ના રાજવીઓના મૃત્યુ વખતે ભવ્ય પિરામિડો બનાવાતા હતા. એ પિરામિડો હકીકતે એક પ્રકારની કબર છે. પિરામિડોનો સમાવેશ જગતની સાત અજાયબીઓમાં થાય છે. રાજાના મૃત્યુ વખતે તેમની સાથે અઢળક ખજાનો અને કિંમતી ચીજ-વસ્તુઓ મુકવામાં આવતી હતી. માટે કબર હકીકત તો ખજાનાનો એક પ્રકારનો સંગ્રહ છે. પિરામિડમાં અંદર પ્રવેશનારા પ્રવાસીઓ એ સંગ્રહ જોઈને અભિભૂત થઈ જાય છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!