રાહુલ ગાંધીને મળીને કોંગ્રેસના આ 3 નેતાઓ આવ્યા ગુજરાત, હવે થશે નવા જૂની

કોંગ્રેસનો કકળાટ દિલ્હી સુધી પહોંચ્યો છે. ત્યારે પાટીદાર નેતાઓ દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા છે. આ પાટીદાર નેતાઓ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. નોંધનીય છેકે કોંગ્રેસ ધારાસભ્ય આશા પટેલના રાજીનામા બાદ અમિત ચાવડાને ટાર્ગેટ કરીને આ નેતાઓએ તેમના પર નિશાન સાધ્યુ હતું. અને તેઓએ ગુજરાત કોંગ્રેસમાં બધુ ઠીકઠીક નથી ચાલી રહ્યુ તેવી રજૂઆત કરવા માટે દિલ્હી જવાનું નક્કી કર્યુ હતું.

ત્યાં સુધી કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ સમગ્ર બાબતથી અજાણ હોવાનું રટણ કરતા જોવા મળ્યા હતા. જ્યારે પાટીદાર નેતાઓમાં લલિત વસોયા, લલિત કગથરા અને કિરિટ પટેલ દિલ્હી પહોંચી ગયા હતા. અને જ્યાં તેઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. અને ત્યારબાદ હવે તેઓ પરત ફરતા તેમની આ મુલાકાતમાં શું થયું છે અને હાઇકમાન્ડથી શું આદેશો આવે છે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter