GSTV
Home » News » 3 વાગ્યા પહેલાં અલ્પેશને નહીં છોડાય તો રાજ્યની સ્થિતિ બગડશે, પાસનો હોબાળો

3 વાગ્યા પહેલાં અલ્પેશને નહીં છોડાય તો રાજ્યની સ્થિતિ બગડશે, પાસનો હોબાળો

સુરતમાં અલ્પેશ કથિરિયાની અટકાયતનો મામલો વિવાદ પકડી રહ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે. પાસે વરાછા પોલીસ સ્ટેશને હોબાળો કરતાં આ મામલો વધુ વકરે તેવી સંભાવના છે. પાસના પ્રવક્તા આ મામલે મીડિયામાં પોતાના નિવેદનો આપી રહ્યાં છે.

સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડને લઈને પાસ ઉગ્ર દેખાવો કરવાની જાહેરાત કરી છે. અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થયા બાદ હોબાળો થયો હતો અને પીઆઈને ધમકી આપી હોવાના આરોપસર અલ્પેશ કથીરિયાની પોલીસે ધરપકડ કરી હતી. અલ્પેશ કથીરિયાની ધરપકડ બાદ વરાછા પોલીસ મથકે પાસ કાર્યકરો પહોંચ્યા હતા અને હંગામો કરતા 10થી વધુ પાસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પાસ કાર્યકરોની અટકાયત અને અલ્પેશની ધરપકડ બાદ પાસે ઉગ્ર દેખાવો કરવાની જાહેરાત કરી છે. ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, પોલીસે ગુંડાઓની જેવું વર્તન કર્યું છે. પોલીસ અટકાયત કરી શકે છે પણ આ પ્રકારનું વર્તન યોગ્ય ન હોવાનું જણાવ્યું છે.

  • પીઆઇને ધમકી આપવાના આરોપસર કરાઈ ધરપકડ
  • ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ બાદ હોબાળો
  • 10થી વધુ પાસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત
  • વરાઠા પોલીસ મથક બહાર પાસ કાર્યકારોનો હોબાળો
  • પાસ ઉગ્ર દેખાવો કરશે
  • 3 વાગ્યા પહેલાં અલ્પેશને નહીં છોડાય તો રાજ્યની સ્થિતિ બગડશે તેવી અપાઈ ધમકી
  • પોલીસ ગુંડાની જેમ કોલર પકડી અલ્પેશને ઢસડીને લઈ ગઈ હોવાનો પાસનો આક્ષેપ

વરાછા પોલીસ મથક બહાર પાસનો હોબાળો

વરાછા પોલીસ મથક બહાર પાસ કાર્યકરો નો હોબાળો મચાવ્યો છે. ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ બાદ હોબાળો થયો છે. આ કેસમાં પોલીસે 10 કાર્યકરોની ધરપકડ કરી છે. વરાછા પોલીસ મથકના પીઆઇ દ્વારા કોલર પકડી લોક – અપમાં લઇ જવામાં આવ્યો છે. અલ્પેશ દ્વારા આરોપ લગાવાયો છે કે તેને લાફો મરાયો છે. જેનો કોલર પકડીને પોલીસે જેલમાં ધકેલી દેવાયો છે. આ મામલા બાદ વરાછા પોલીસ મથકમાં પાસે હોબાળો મચાવ્યો છે. પાસે ઉગ્ર જવાબ આપવાનો નિર્ણય લીધો છે. પોલીસે આ પ્રકરણમાં 10 કાર્યકરોની અટકાયત કરી છે. પાસ આ બાબતે ઉગ્ર દેખાવો કરી રહી છે. પાસે ધમકી આપી છે કે, 3 વાગ્યા સુધી અલ્પેશ પટેલને છોડી દેવામાં નહીં આવે તો આશ્વર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.

ઘટના બાદ પોલીસના ઉચ્ચ પોલીસકર્મીઓ વરાછા પોલીસ સ્ટેશને પહોંચી ગયા છે. અા પ્રકરણમાં પાસના પ્રવક્તા નીખીલ સવાણીએ પાસના કન્વીનર અલ્પેશ પટેલને કોલર પકડી માર મારવાની ઔકાત નથી ત્યાં સુધીની પોલીસને ધમકી આપી છે. આ પ્રકરણમાં સુરતમાં હોબાળો થવાની સંભાવનાને પગલે પોલીસ પણ એલર્ટ બની ગઈ છે.

Related posts

સાસુએ જમાઈને ગુપ્તાંગ પર એવી મારી લાત કે યમલોક પહોંચાડી દીધો, દીકરી બની વિધવા

Nilesh Jethva

ખંભાતમાં અશાંતધારો લાગુ કરાયો : સીએમ રૂપાણીએ આપી આ ચીમકી, રાજ્ય પોલીસવડા પહોંચ્યા

Nilesh Jethva

દિલ્હીમાં પોલીસ બની લાચાર : 10 લોકોનાં મોત, 156 લોકો ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!