GSTV

નવી આગાહી/ દેશમાં આ મહિનામાં જ આવશે કોરોનાની ત્રીજી લહેર, ગણિતના મોડલના આધાર પર થઈ ભવિષ્યવાણી

કોરોના

Last Updated on August 2, 2021 by Bansari

કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે? સંક્રમણની બીજી લહેર બાદ સૌના મનમાં બસ આ જ પ્રશ્ન છે. આ વચ્ચે નવી ભવિષ્યવાણી સામે આવી છે. જેમા દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ મહિને એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે. ત્યાં ઓક્ટોબરમાં ત્રીજી લહેર ચરમ પર હશે.

બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર, કોરોનાને લઈને આ તાજી ભવિષ્યવાણી શોધકર્તાઓએ ગણિતના મોડલના આધાર પર કરી છે. જેમાં આઈઆઈટી હૈદરાબાદ અને કાનપુરના મધુકુમલ્લી વિદ્યાસાગર અને મનિંદ્ર અગ્રવાલ સામેલ હતા. કોરોનાની બીજી લહેરને લઈને આનો અંદેશો સાચો બેઠો હતો.

કોરોના

શોધકર્તા કહે છે કે કોરોનાને ઘાતક હોવાથી રોકવા માટે ટીકાકરણની સ્પીડને તેજ કરવી પડશે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસની 17,06,598 વેક્સિન લગાવવામાં આવી, જે બાદ કુલ વેક્સિનેશનનો આંકડો 47,22,23,639 થઈ ગયો છે.

શોધકર્તાઓનુ માનીએ તો કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક તો નહીં હોય પરંતુ તેમ છતાં સાવધાની વરતવી પડશે. જેમા રોજ કોરોનાના નવા એક-એક લાખ કેસ જોવા મળી શકે છે. સ્થિતિ થોડી વધુ બગડી તો આંકડો 1.5 લાખ સુધી જઈ શકે છે. બીજી લહેરમાં ભારતમાં રોજ 4 લાખથી પણ વધારે કેસ સામે આવ્યો હતો. ફરીથી 7 મે બાદ કોરોના કેસ ધીરે-ધીરે ઓછા થવા લાગ્યા હતા. શોધકર્તા માને છે કે ત્રીજી લહેરમાં કોરોનાના કેસ કેટલા વધશે આ મહારાષ્ટ્ર અને કેરળ અથવા ફરી વધારે કેસોવાળા રાજ્યોની સ્થિતિ પર નિર્ભર છે.

કોરોના

સોમવારે સામે આવ્યા 40 હજારથી વધારે નવા કોરોના કેસ

ભારત સહિત કેટલાક દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. સોમવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 40,134 નવા કેસ આવ્યા, 36,946 રિકવરી થઈ અને 422 લોકોની કોરોનાથી મોત થયા. દેશમાં અત્યારસુધી કુલ 3,16,95,958 કોરોનાના કેસ સામે આવ્યા. જેમાંથી 4,13,718 કેસ એક્ટિવ છે. ત્યાં 3,08,57,467 લોકોએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં 4,24,773 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા.

Read Also

Related posts

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

સ્પેસમાં 90 દિવસ રહ્યા પછી ત્રણ ચાઈનીઝ અંતરીક્ષ યાત્રી પૃથ્વી પર પરત ફર્યા, સ્વાયત્ત ક્ષેત્રમાં ડોંગફેંગ ઉતરાણ સાઇટ પર ઉતર્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!