GSTV
Home » News » એક સમયના બે સાથી વચ્ચે દુશ્મનાવટનો ફાયદો ત્રીજાએ ઉઠાવ્યો, બંને પતી ગયા

એક સમયના બે સાથી વચ્ચે દુશ્મનાવટનો ફાયદો ત્રીજાએ ઉઠાવ્યો, બંને પતી ગયા

સૂર્યા મરાઠી અને હાર્દિકની હત્યાના બનાવમાં પોલીસ હાર્દિકની પત્નીની છેડતી બાબતે થયેલા વિખવાદ ઉપરાંત બીજી બાબતોને પણ ચકાસી રહી છે. સૂર્યા મરાઠી જેલમાંથી છૂટયો તે સાથે તેણે તેને રૂ.1 કરોડ આપવાની વાત કરી વાયદા કરતા અને જમીન તેમજ ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ભટારના એક વ્યક્તિ પાસે ઉઘરાણી શરૂ કરતા તે વ્યક્તિએ સૂર્યા અને હાર્દિકની છેલ્લા દોઢ વર્ષથી ચાલતી દુશ્માનવટ ફાયદો ઉઠાવી હાદકને ઉશ્કેરી ખેલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છુપાયેલા તે વ્યક્તિએ તે માટે પ્રવિણ રાઉતના ખાસ રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટને હાથો બનાવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સાત યુવાનો સાથે મળી 30 જેટલા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી

સુરતના વેડરોડ વિસ્તારમાં જેની ભારે ધાક વર્તાતી હતી તે તેમજ હાલમાં જ મનુ ડાહ્યા હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા માથાભારે સૂર્યા મરાઠીની ગત બપોરે તેની જ ઓફિસમાં તેના જ એક સમયના સાગરીત અને છેલ્લા દોઢ વર્ષથી દુશ્મન બનેલા હાર્દિકે અન્ય સાત યુવાનો સાથે મળી ચપ્પુના 30 જેટલા ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. જોકે, ગત સવારે હાર્દિક મળવા આવ્યો હતો ત્યારે તેને માર માર્યો હોય તે ફરી આવતા તેનો ઈરાદો પારખી ગયેલા સૂર્યા મરાઠીએ પણ ચપ્પુ વડે વળતો હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત હાર્દિક ત્યાંથી ભાગ્યો હતો પરંતુ સિંગણપોર ચાર રસ્તા પાસે મળી આવ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરાયો હતો. ચોકબજાર પોલીસે હાર્દિકની પત્નીની ફરિયાદ લઇ તપાસ શરૂ કરી હતી. જેલવાસ દરમિયાન પેરોલ ઉપર છૂટેલા સૂર્યાએ હાર્દિકની પત્નીની છેડતી કરી હતી તે બાબતે થયેલા ઝઘડામાં હત્યા થઇ હોવાનું માનતી પોલીસે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી.

1 કરોડ રૂપિયાની ઉઘરાણી

સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસની સયુંકત ટીમ હુમલાખોરોને ઝડપી પાડવા પરસેવો પાડી રહી છે. પરંતુ સૂર્યાની હત્યા છેડતી નહીં પરંતુ તે સોપારીના બાકી રૂ.1 કરોડની ઉઘરાણી કરતો હોય કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જમીનના વિખવાદમાં સુર્યાએ જમીન તેમજ ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ભટારના એક વ્યક્તિ પાસેથી રૂ.1 કરોડની સોપારી લઈ હત્યા તો કરી હતી પરંતુ તે જેલભેગો થઇ જતા તેને સોપારીના પૈસા મળ્યા ન હતા. પેરોલ ઉપર છૂટીને આવતા સૂર્યાને તે વ્યક્તિએ વાયદા કરી પૈસા ન આપતા સૂર્યા નિર્દોષ છૂટયો તે સાથે જ તેણે આ રકમની ઉઘરાણી શરૂ કરી હતી. આથી તે વ્યક્તિએ એક સમયના સુર્યાના ખાસ હાર્દિકનો કોઈક કારણે સૂર્યા સાથે વિખવાદ ચાલે છે તેમ જાણતા પોતાના સંપર્કમા રહેતા અને પ્રવિણ રાઉતના સાગરીત રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટને હાથો બનાવી હાર્દિકને સૂર્યાની હત્યા કરવા ઉશ્કેર્યો હતો. રાહુલે જ શહેરના અન્ય માથાભારે તત્વોને ભેગા કરી હાર્દિકની સાથે મળી સૂર્યા ઉપર તેની જ ઓફિસમાં હુમલો કરી પતાવી દીધો હતો. પરંતુ સૂર્યાએ કરેલા વળતા હુમલામાં હાર્દિક પણ મોતને ભેટયો હતો.

હાર્દિકને ઉશ્કેરનારો સૌરાષ્ટ્રમાં

સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિકને ઉશ્કેરનાર તે વ્યક્તિ હાલ સૌરાષ્ટ્રમાં છુપાયેલો છે અને પોલીસ તેને શોધી રહી છે. સૂર્યાને સોનું પહેરી ભાઈ બની ફરવાના શોખ ઉપરાંત અન્ય કોઈ શોખ ન હતો. આથી હાર્દિકની પત્નીની છેડતીની થિયરી કરતા વધુ આ થિયરીને પોલીસ હત્યાનું કારણ માની રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હત્યામાં સામેલ પાંચ ક્રાઇમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસમાં હાજર થયાની ચર્ચા : પોલીસનો ઇન્કાર

સૂર્યા મરાઠીની હત્યામાં હાદક સાથે સામેલ પાંચ આરોપી પૈકી ત્રણ આરોપી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ જયારે બે આરોપી ચોકબજાર પોલીસ સમક્ષ હાજર થયા હોવાની ચર્ચા છે. જોકે, પોલીસ આ અંગે સ્પષ્ટ ઇન્કાર કરી રહી છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે સૂર્યા મરાઠી અને હાર્દિકની અંતિમયાત્રા નીકળી

સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલની સામસામી હત્યા બાદ આજરોજ તેમની વેડરોડ વિસ્તારમાં તેમના અંતિમયાત્રા કાઢી અંતિમવિધિ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો.

READ ALSO

Related posts

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari

તણાવને દૂર કરવો હોય તો અપનાવો આ ટીપ્સ, હ્રદય અને મન રહેશે ખુશ

pratik shah

3 પત્ની,પાંચ સંતાનો અને 8 પૌત્ર-પૌત્રી, Photosમાં જુઓ કેવો છે ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!