જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી બે દિવસ પહેલાં ઇન્ટરનેટના ડિવાઇસની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે, અને જામનગરના એક તસ્કરની અટકાયત કરી છે, ઉપરાંત ચોરીનો માલ સામાન રાખનાર ધ્રોલના એક વેપારીને પણ અટકાયતમાં લીધો છે.

જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ નામના બિલ્ડીંગના છત પર લગાવવામાં આવેલા ઇન્ટરનેટના ડિવાઇસની ૩૦ મી જાન્યુઆરીના રાત્રિના સમયે ચોરી થઈ હતી જે ચોરીના બનાવ પછી એલસીબી ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા ઈમરાન કાસમભાઇ સુમરા નામના શખ્સને પકડી પાડ્યો હતો, અને તેના ઘરમાંથી કેટલાક ઈન્ટરનેટ ને લગતા ચોરાઉ ડિવાઇસ કબજે કર્યા હતા. જેની વધુ પૂછપુરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે ચોરી કરેલા કન્વર્ટર તથા સ્વીચ તથા રાઉટર વગેરે મળી અન્ય કેટલીક સામગ્રી ધ્રોલ માં ટેક ટુ મી ઇન્ટરનેટ નામની દુકાન ધરાવતા વેપારી ચિરાગ નરેશભાઈ પુજારાને વેચી નાખ્યા હોવાનું કબૂલ્યું હતું.
જેથી એલસીબી ની ટુકડીએ ધ્રોલ પહોંચી જઈ વેપારી ચિરાગ પૂજારાને પકડી લીધો હતો, અને તેની દુકાનમાંથી પણ કેટલાક ચોરાઉ ઇન્ટરનેટના ડિવાઇસ વગેરે કબજે કરી લીધા હતા. તે બંનેની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
કાસમ સુમરાએ જામનગર શહેરમાં ઇન્દ્રપ્રસ્થ ની અગાસી ઉપર તેમજ જામનગર શહેરમાં અલગ અલગ જગ્યાએથી ઇન્ટરનેટના ડિવાઇસ ની ચોરી કરીને ધ્રોલમાં વેપારીને માલસામાન વેચી નાખતો હોવાનું પણ સામે આવ્યું છે
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ