VIDEO : પાકિસ્તાનને નથી મળી રહ્યો એ આતંકવાદી મસૂદ અહી છૂપાયો છે

china on masood

પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાજી રાશીદના ખાત્મા બાદ ગુપ્તચર એજન્સીઓને જૈશ એ મહમદના પ્રમુખ  મસૂદ અઝહરના ઠેકાણા અંગે નક્કર પુરવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી  મસૂદ અઝહર પાકિસ્તાનના રાવલપિંડી  શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં છુપાયો છે. તેની સુરક્ષામાં પાકિસ્તાનની સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આઠ દિવસ પહેલા એક ઓડિયો  ટેપ જાહેર કરવામાં આવી હતી

પાકિસ્તાનની સેનાની સુરક્ષામાં મસૂદ અઝહર ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપી રહ્યો છે. મસૂદ અઝહરે હોસ્પિટલમાંથી પુલવામામાં હુમલો કરવાના આદેશ આપ્યા હતા.આ હુમલાના આઠ દિવસ પહેલા એક ઓડિયો  ટેપ જાહેર કરવામાં આવી હતી. જે બાદ પુલાવામામાં આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા  મુજબ ઘાટીમાં જૈશના 60થી વધારે આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી 35  જેટલા આતંકવાદીઓ વિદેશી છે. જ્યારે બાકીના આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરના હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter