GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

જેનો આતંક એવો હતો કે તેના ખૌફથી લોકો ઘરની બહાર પણ નીકળતા થરથર કાંપતા હતા

જેનો આતંક એવો હતો કે તેના ખૌફથી લોકો ઘરની બહાર પણ નીકળતા થરથર કાંપતા હતા. પરંતુ હવે આ આદમખોર પાંજરે પૂરાઇ જતા પાવી જેતપુર તાલુકાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાવી જેતપુર તાલુકામાં તરખાટ મચાવનાર આ દિપડાએ 2 લોકોને ફાડી ખાધા હતા. વાવડી અને બાંડી ગામે છેલ્લા 4 દિવસમાં ભયનો માહોલ સર્જી દેનાર આ આદમખોર દિપડાએ એક પછી એક ચાર લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક બે વર્ષના બાળક અને એક આધેડ વયની વ્યકિતનું કરૂણ મોત થઇ ગયું. જ્યારે એક બાળકી સહિત 2 લોકોને ગંભીર હાલમતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

આંખના પલકારામાં હુમલો કરનારો આ આદમખોર દિપડો પાવી જેતપુર તાલુકાના ગામડાઓને જાણે થરથર ધ્રુજાવતો હતો. જેથી ગામલોકો પાસે આ દિપડાથી બચવા વનવિભાગનો આશરો લીધા સિવાય બીજો કોઇ રસ્તો રહ્યો ન હતો. 2 લોકોના મોતનું કારણ બનનાર આ દિપડાને પકડવા વનવિભાગે પણ દિનરાત એક કરીને અંતે આ દિપડાને પાંજરે પૂર્યો છે. વનવિભાગે આ દિપડાને પકડવા આઠ આઠ જેટલા પાંજરાઓ ગોઠવ્યા હતા. પરંતુ આમ છતા આ દિપડો પકડાતો ન હતો. અંતે આ દિપડો પકડાયો છે ત્યારે પાવી જેતપુર તાલુકાના ગામડાઓ જાણે એક ભયના વાતાવરણમાંથી મુક્ત બન્યા છે.

આ પંથકમાં દિપડાનો ખૌફ એટલો હતો કે લોકો આખી રાત ઉજાગરા કરતા હતા. તો બીજીતરફ વન વિભાગના અધિકારીઓ પણ દીપડાને પાંજરે પૂરવા અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. આ દિપડાએ જ્યારે બાંડી ગામમાં અલગ અલગ જગ્યાએ ઘર આંગણે રમી રહેલા બે બાળકોને નિશાન બનાવ્યા તે સમયે બાળકોના પરિવારજનોએ બાળકોને છોડાવવા માટે કરેલા હુમલાથી દિપડો જખ્મી થયો હતો. જે બાદ દિપડો ઝાડીઓમાં જઈ સંતાઈ ગયો હતો. જેથી વહેલી સવારથી વન વિભાગના મુખ્ય વન સંરક્ષકની અધ્યક્ષતામાં 120 જેટલા કર્મીઓની સાથે પોલીસ પણ કામે લાગી હતી અને આ દિપડાનું રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં દિપડાને મહામુસીબતે બેહોશ કરીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!