GSTV
Home » News » સમાપ્ત થઈ રહ્યો છે મોદી સરકારનો કાર્યકાળ, FDI થી લઇને GST સુધી ચોંકાવનારી છે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ

સમાપ્ત થઈ રહ્યો છે મોદી સરકારનો કાર્યકાળ, FDI થી લઇને GST સુધી ચોંકાવનારી છે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ

મંદ પડી ઉદ્યોગોની ઝડપ

સીએસઓએ હાલમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કર્યા હતાં, જેના પરથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર મંદ થતાં 1.7 ટકા સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષની સરખામણીએ આ મોટો ઘટાડો છે. ગયા વર્ષે ઔદ્યોગિક ઉત્પાદનનો દર 7.5 ટકા રહ્યો હતો, જ્યારે એપ્રિલથી જાન્યુઆરી દરમ્યાન દેશના ઔદ્યોગિક ઉત્પાદનનો દર 4.4 ટકા રહ્યો છે.

લક્ષ્યથી એક તૃતિયાંશ વધારે રાજકોષીય નુકસાન

કર સંગ્રહ એટલેકે ટેક્સ કલેક્શન ઓછુ થવાથી વર્તમાન નાણાંકીય વર્ષના પહેલા અગિયાર મહિનામાં દેશના રાજકોષીય ખાધ બજેટનુ લક્ષ્ય નજીક 135 ટકા થયુ છે. મહાલેખા નિયંત્રક (સીજીએ)ના આંકડા પરથી જાણવા મળ્યું છે કે ગયા નાણાંકીય વર્ષના પ્રારંભિક 11 મહિનામાં રાજકોષીય નુકસાન તે વર્ષનુ લક્ષ્ય 120.3 ટકા હતું.

ફક્ત 3 મહિનામાં સરકાર પર ચઢ્યું 2 લાખ કરોડનુ દેવુ

એટલું જ નહીં, દેવા મેનેજમેન્ટમાં પણ દેશની સ્થિતિ ખૂબ નિરાશાજનક છે. અત્યારે ડિસેમ્બર મહિનામાં નાણાં મંત્રાલયનો રિપોર્ટ આવ્યો હતો, જેના પરથી જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બરના અંત સુધી સરકાર પર દેવામાં વધારો થયો છે. ગયા વર્ષે જૂન સુધી સરકાર પર 79.8 લાખ કરોડ રૂપિયા દેવુ હતું, પરંતુ આ સપ્ટેમ્બર 2018 સુધી વધીને 82 લાખ કરોડ રૂપિયા થયું. એટલેકે ફક્ત 3 મહિનામાં સરકાર પર 2.2 લાખ કરોડ રૂપિયા દેવુ વધી ગયું.

ટેક્સથી આવક 15 ટકા ઘટી

અડધી તૈયારીઓથી લાગુ જીએસટી અને રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવેલી આવકવેરા વિભાગની કાર્યવાહીઓને પગલે 2018-19માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન એટલેકે પ્રત્યક્ષ ટેક્ષથી થતી સરકારની આવક લગભગ 15 ટકા ઘટી છે. સરકારે આ નાણાંકીય વર્ષમાં કર સંગ્રહનું લક્ષ્ય લગભગ 12 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું, પરંતુ 23 માર્ચ 2019 સુધીના જમા આંકડા દર્શાવે છે કે સરકાર આ મોરચા પર લક્ષ્યથી પાછળ ધકેલાઈ છે. 23 માર્ચ સુધી કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ 10,21,251 કરોડ રૂપિયા રહ્યું. આ એવા લક્ષ્યનું 85 ટકા છે, જે સરકારે નક્કી કર્યુ હતું.

જીએસટી કલેક્શનનું લક્ષ્ય ઘટાડ્યું

આ જ રીતે અપ્રત્યક્ષ કર સંગ્રહ સિવાય વસૂલવામાં આવેલુ જીએસટી પણ લક્ષ્યથી દૂર રહ્યું. સરકાર વર્તમાન નાણાંકીય વર્ષમાં જીએસટી હેઠળ ટેક્સ સંગ્રહના લક્ષ્ય પહેલા 13.71 લાખ કરોડ રૂપિયા રાખ્યું હતું, જેને બાદમાં ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આ લક્ષ્ય પણ પ્રાપ્ત થયુ નથી. ફેબ્રુઆરી સુધી જીએસટી સંગ્રહ ફક્ત 10.70 લાખ કરોડ રહ્યું.

આ સિવાય દેશના આર્થિક વિકાસની ઝડપમાં પણ ચાલુ વર્ષે મંદી રહી છે. ચાલુ વર્ષે દેશનો વિકાસ દર 7 ટકાની આજુબાજુ રહેવાનુ અનુમાન છે, જ્યારે ગયા વર્ષે મોદી સરકાર દ્વારા આધાર વર્ષ બદલવા અને આંકડામાં હેરફેર કર્યા બાદ આ 7.2 ટકા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ કાર્યાલય એટલેકે સીએસઓએ જે આંકડા જાહેર કર્યા હતાં તે મુજબ 2018-19ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 6.6 ટકા રહ્યો હતો, જે બીજા ત્રિમાસિક ગાળામાં આ 7 ટકા હતો. હજી ચોથા ત્રિમાસિક ગાળાના આંકડા સામે આવ્યા નથી, જે એપ્રિલમાં આવવાની આશા છે.

READ ALSO

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!