GSTV
Home » News » વાયુ ચક્રવાતના કારણે પોરબંદરના દરિયાકાંઠે આવેલ મહાદેવનું મંદિર ધરાશાઈ

વાયુ ચક્રવાતના કારણે પોરબંદરના દરિયાકાંઠે આવેલ મહાદેવનું મંદિર ધરાશાઈ

વાયુ ચક્રવાતની વચ્ચે પોરબંદરમાં નીલકંઠ મહાદેવનું મંદિર ધરાશાઈ થઈ ગયું છે. ભારે તોફાન અને વરસાદના કારણે મહાદેવનું મંદિર તૂટી ગયું હતું. અગાઉ પણ પોરબંદરમાં વિકરાળ મોઝા ઉછળ્યા હતા જેના કારણે સ્થાનિકોને ખસેડવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે વાયુ વાવાઝોડાના તોફાની મોઝામાં મહાદેવનું મંદિર પણ ધરાશાયી થઈ ગયું છે.

દ્રારકાધીશમાં બે ધજા ચડાવાય

વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. વાવાઝોડાના એલર્ટને જોતા યાત્રાળુઓને દ્વારકા ન આવવા અપીલ કરાઈ છે. દરિયા કિનારે ફરકવા માટે પણ મનાઈ છે. ત્યારે યાત્રાળુઓની આસ્થા ન તૂટે તે માટે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. દ્વારાકાધીશને 56 ગજની ધજા ચડતી હોય છે.

ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરના ટોચના બદલે થોડીક નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે. દ્વારકાધીશના મંદિરે દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે.પરંતુ એકસાથે બે ધજા ચડાવવાનો આ પ્રથમ પ્રસંગ છે.

  • ર૬ જિલ્લામાં થશે વરસાદની અસર
  • દસ લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર
  • પપપ૦ સગર્ભાઓને સલામત સ્થળે ખસેડાઈ
  • વાવાઝોડું વેરાવળથી ૧૧૦ કિમી સાઉથવેસ્ટ દૂર
  • વાવાઝોડુ પોરબંદરથી ૧પ૦ કિમી દૂર
  • વાયુ વાવાઝોડુ નોર્થ વેસ્ટ તરફ વધી રહ્યું છે આગળ
  • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
  • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
  • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક
  • વાયુ વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કિમીનો
  • સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ૧૦ ઈંચથી વધુ પડશે વરસાદ
  • વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે હજુ ભયજનક
  • લોકોને હજુ આશ્રયસ્થાનમાં રહેવાની તંત્રની સૂચના
  • હજુ વાવાઝોડાનું એલર્ટ યથાવત: પંકજકુમાર
  • લોકોને સાવધાન રહેવાની તંત્રની સ્પષ્ટ સૂચના
  • આગામી ૪૮ કલાક હજુ એલર્ટની સ્થિતિ
  • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
  • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
  • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક

READ ALSO


READ ALSO

Related posts

ભરૂચમાં આંગણવાડી બહેનો બની રણચંડી, રૂપાણી અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

Nilesh Jethva

ન્યુ ઈન્ડિયા તમારા સુઘી રાખો અમને જુનુ ભારત આપી દો, મોબ લિંચિંગ પર આઝાદે મોદીને ઘેર્યા

Kaushik Bavishi

સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી,વધુ નફાની લાલચમાં કરે છે આવા કામ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!