GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ટ્રેન મોડી પડતાં મુસાફરોને ચૂકવ્યું 250 રૂપિયા રિફંડ, આ છે રેલવેનો નવો નિયમ

તેજસ એક્સપ્રેસ – દિલ્હીથી લખનૌના રૂટ પર શરૂ થયેલી દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન છે. જે પાંચ ઓક્ટોબરના રોજ શરૂ થઇ છે. ત્યારે શનિવારના રોજ તેજસ એક્સપ્રેસ બંને તરફથી એટલે કે, દિલ્હીથી લખનૌ અને લખનૌથી દિલ્હી લેઇટ પહોંચી હતી. ટ્રેન લગભગ પોણા ત્રણ કલાક જેટલી મોડી પડી છે. જેથી હવે તેજસ એક્સપ્રેસ તેના દરેક મુસાફરને વળતર આપશે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે કોઇ ટ્રેન લેઇટ થવા બદલ ત્તેના યાત્રીઓને વળતર ચુકવવામાં આવશે.

શનિવારે તેજસ એક્સપ્રેસ લખનૌમાં તેના નિયત સમય 6:10 ની જગ્યાએ 8:55 મિનિટ પર ઉપડી હતી. તો દિલ્હીથી 3:35ના બદલે 5:30 મિનિટ પર ઉપડી હતી. લખનૌથી દિલ્હી જતા યાત્રીઓની સંખ્યા 451 હતી. તો દિલ્હીથી લખનૌ જતા યાત્રીઓની સંખ્યા 500 હતી. હવે ટ્રેન લેઇટ થવા બદલ રેલવે આ બધા જ યાત્રીઓને 250 રૂપિયાનું વળતર ચુકવશે. રેલવે વિભાગના ચીફ રિજનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે જણાવ્યું કે અમે બધા યાત્રીઓના મોબાઇલ પર લિન્ક મોકલી આપી છે. જેના પરથી તેઓ રિફંડ મેળવી શકશે. ટ્રેનની અંદર યાત્રીઓને એક્સ્ટ્રા ચા કોફી આપવામાં આવી હતી.

ઉપરાંત તેમને આપવામાં આવેલી ચા, ભોજન અને અન્ય વસ્તુઓ પર ‘સોરી ફોર ડીલે’ એવો મેસેજ પણ લખેલો હતો. આ મેસેજ વડે રેલવેએ યાત્રીઓની માફી માંગી હતી. રસ્તામાં મેઇન્ટેનેસ ચાલતું હોવાના કારણે ટ્રેન લેઇટ થઇ હતી. તેજસ એક્સપ્રેસ શરૂ થઇ ત્યારે જ ભારતીય રેલવે મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જો ટ્રેન લેઇટ થશે તો મુસાફરોને રિફંડ આપવામાં આવશે. ટ્રેન એક કલાક મોડી પડશે તો 100 રૂપિયા અને બે કલાકથી વધારે મોડી થશે તો 250 રૂપિયાનું વળતર અપાશે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!