GSTV
Home » News » શિક્ષક કભી સાધારણ નહીં હોતા : ગામોમાં જઈને સર્વે કરી ‘અભણો’ શોધવાની કામગીરી સોંપાઈ

શિક્ષક કભી સાધારણ નહીં હોતા : ગામોમાં જઈને સર્વે કરી ‘અભણો’ શોધવાની કામગીરી સોંપાઈ

તાજેતરમાં સરકારે શિક્ષકોને તીડ ભગાવવાની અને લગ્ન પ્રસંગોમાં અનાજનો થતો બગાડ બચાવવાની કામગીરી સોંપી હતી ત્યારે હવે સરકારે શિક્ષકોને વધુ એક કામગીરી સોંપી છે અને જે મુજબ શિક્ષકોને ગામેગામ જઈને નિરક્ષરો કેટલા છે તેની ગણતરી કરીને સર્વે કરવાની કામગીરી સોંપાઈ છે.

એક બાજુ ગુજરાત સરકાર રાજ્યમાં સાક્ષરતાનો દર વધ્યો હોવાનો દાવો કરે છે ત્યારે શિક્ષણ વિભાગની ગત નવેમ્બરમાં મળેલી બેઠકમાં સરકારે રાજ્યમાં ખરેખર કેટલા નિરીક્ષરો છે તે શોધવા અને તેનો સર્વે રીપોર્ટ તૈયાર કરવા માટે નિર્ણય કર્યો હતો.

મહિલા સાક્ષરતા દર વધારવા  અને નિરક્ષરતા નાબુદ કરવા  માટે સરકારે મિશન સાક્ષર ગુજરાત 2030 અભિયાન શરૂ કર્યુ છે અને જેમાં  સરકારના સાક્ષરતા અને નિરંતર શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પ્રાથમિકના શિક્ષકો પાસે ગામેગામ જઈને નિરક્ષરોનો સર્વે કરાવવાની સૂચના અપાઈ છે.

આ પરિપત્રને પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યના તમામ ડીઈઓ, ડીપીઓ તથા શાસનાધિકારીઓને પરિપત્ર કરીને શિક્ષકો પાસે નિરક્ષરોનો સર્વે કરાવવા આદેશ કર્યો છે.જે રીતે શિક્ષકો શાળા પ્રવેશોત્સવ વખતે શાળાના શિક્ષકો દ્વારા ઝીરોથી પાંચ વર્ષના બાળકોના સંબંધમાં ઘરે ઘરે જઈને સર્વે કરવામા આવે છે તે રીતે ગામોગામ જઈને શિક્ષકોએ  નિરક્ષરોનો પણ સર્વે કરવામા આવે તેવી સૂચના અપાઈ છે.

 શિક્ષકો હવે ગામેગામ જઈને દરેક ઘરમાં કેટલાક સભ્ય ભણેલા એટલે કે સાક્ષર છે અને કેટલાક નિરક્ષર એટલે કે અભણ છે તે રજિસ્ટરમાં નોંધશે. શિક્ષકોએ એક રજિસ્ટર પત્રક તૈયાર કરવાનું રહેશે અને ત્યારબાદ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા સર્વેમાં નોંધાયેલ તમામ નિરક્ષરોની ડેટા એન્ટ્રી કરવામા આવશે.

મહત્વનું છે કે જ્યાં પહેલેથી શિક્ષકો બીએલઓ,ચૂંટણી કામગીરી, શાળાપ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિતના સરકારી કામો અને સરકારી યોજનાના કામો કરી ત્રાસી ગયા છે ત્યારે સરકારે હવે તીડ ભગાડવાના અને અનાજ બચાવવાની કામગીરી બાદ અભણ શોધવાની કામગીરી આપી છે.શિક્ષકો હવે વિદ્યાર્થીઓને ભણાવશે કે અભણ શોધશે તે પ્રશ્ન છે.

READ ALSO

Related posts

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ખુદ મોદીના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!