શિક્ષક દારૂનાં નશામાં પડ્યો હતો, વિદ્યાર્થીઓએ વારાફરતી લાકડીએ લાકડીએ માર્યો

મધ્ય પ્રદેશના જગદલપુરની શાળાનો એક આશ્ચર્યજનક વિડિયો સામે આવ્યો છે. વિડીયોમાં દેખાય છે કે કેવી રીતે નશામાં ઘૂમ એક શિક્ષકની શાળામાં ભણનારા બાળકો લાકડીથી ધોલાઈ કરી રહ્યાં છે. થયું હતુ એવું કે જગદલપુરની શાળાનું ચેકિંગ કરવા માટે ઉપરી અધિકારીઓ ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ શાળાના બધા શિક્ષકોને મળવા ગયા તો એક શિક્ષક તેમાથી ગાયબ હતો. જ્યારે તેના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે શાળામાં છે, પરંતુ તે નશામાં ધૂત થઈને સૂઈ રહ્યો છે.

ત્યારબાદ ઇન્સ્પેક્શન પર આવેલા અધિકારીએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે તે જાગ્યો નહીં. એટલે ત્યારે અધિકારીએ બાળકો દ્વારા તેની ધોલાઈ કરવાનુ વિચાર્યું. એક પછી એક બાળક શિક્ષકને લાકડીથી ધોવા લાગ્યાં, પરંતુ તે એટલો નશામાં હતો કે બધા બાળકોએ માર્યો તો પણ તે જાગ્યો નહીં. તેના પછી ઇન્સ્પેક્શન પર આવેલા સત્યનારાયણ સોનવાનીએ શિક્ષકની ફરિયાદ કરી દીધી છે. અધિકારીએ આરોપી શિક્ષકની ઓળખ ખેમસિંહ કંવર નામથી થઈ છે.

વિભાગ હાલમાં આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં શિક્ષકોની બેદરકારીનો આ કોઈ પ્રથમ કેસ નથી. આ પહેલા રાજ્યના આદિવાસી બહુલ જિલ્લામાં સહપાઠી વિદ્યાર્થીના એક હજાર રૂપિયા ચોરી થવાના કેસમાં બે શિક્ષકોએ 11મી ધોરણની બે છોકરીઓને નગ્ન કરીને તપાસ કરી હતી. બંને પીડિત વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. તો વળી શાળા મેનેજમેન્ટ દ્વારા આરોપોને નકારવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter