GSTV

અગત્યનું / સવા કરોડ લોકોને રોજગારી આપતા ચા ગાર્ડન થશે ખતમ, જાણો કેમ ઘેરાયા ચા ના ઉદ્યોગ પર સંકટના વાદળ..?

Last Updated on October 22, 2021 by GSTV Web Desk

દેશના મોટા ભાગના લોકોની ચા વિના સવાર થતી નથી. ગરીબ હોય અમીર..પણ ચાએ તો જન સામાન્ય લોકોની ચાહત છે. મોંઘવારી ના માર વચ્ચે ચાની ચુસ્કી પણ કડવી બની રહી છે.અત્યાર સુધી તો દુધના વધતા ભાવના કારણે ચાની ચુસ્કી કડવી બની હોવાનું કહેવાતુ હતુ પરંતુ, હવે તો ચા ઉત્પાદકોથી માંડીને ચાના ખેતરોમાં કામ કરતા શ્રમિંકો માટે પણ ચા કડવી બની રહી છે.

ભારત અને ચા તેમજ સવાર અને ચાનો અતૂટ સંબંધ છે…સવાર પડે અને ચાની ખુશ્બુદાર સુગંદથી લઈને તેની ચુસ્કી માણ્યાનો સંતોષ અનેક લોકો અનુભવે છે..ચા બગડી તો દિવસ બગડ્યો હોવાનું લોકો અનુભવે છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ચા આજ સુધી આવશ્યક વસ્તુઓના અધિનિયમમાં સામેલ નથી..ચા ને વર્ષ 2012માં આવશ્યક વસ્તુઓ અધિનિયમથી બહાર કરી દેવાઈ હતી.

ટી-પ્લાન્ટેશનને સરકાર કૃષિ ઉત્પાદન માનતી નથી.તેથી ચાના ઉત્પાદન પર એનએસપી મળતી નથી. છેલ્લા એક દશકાથી ચાના ઉત્પાદન પાછળનો ખર્ચ 11 ટકા સુધી વધી ગયો છે અને દેશમાં ચાના ઉત્પાદન પર સંકટ જોવા મળે છે.. ડીએમ ગ્રુપ ઓફ કંપનીના ડાયરેકટર કમલેશ સિંહના મતે સવા કરોડ લોકોની ગમે ત્યારે રોજગારી ખતમ થઈ શકે છે. 25 હજાર કરોડ રૂપિયાનો ચાનો કારોબાર હવે 17 હજાર કરોડ રૂપિયામાં સમેટાઈ ગયો છે.જો સરકાર ચાના બગીચામાં મદદ માટે આગળ નહી આવે તો ભવિષ્યમાં ચા પણ લોકોથી દૂર થઈ જશે.

ટી ગાર્ડનને લઈને આજે સ્થિતિ એવી છે કે સંપત્તિ વેચીને શ્રમિકો અને આ વ્યવસાયમાં જોડાયેલા લોકોને વેતન ચુકવવા મજબૂર છે. આસામમાં દેશના કુલ ટી-ગાર્ડનનો કુલ 65 ટકા ભાગ છે.આસામમાં લગબગ 1,050 ચાના બગીચા છે.જ્યારે પશ્ચિમ બંગાળમાં 250 ચાના બગીચાઓ છે.દક્ષિણ ભારતમાં પણ 100થી વધુ ચા બગીચાઓ છે. જ ચાઆસામમાં જ્યાંથી 759 મિલિયન કિલોગ્રામ ચાનું ઉત્પાદન હોય છે.ત્યાં રહેલા ચાના બગીચાઓ પણ ભારે આર્થિક નુકસાન થઈ રહ્યુ છે.

દેશમાં મોટા ભાગે ટીસીપીએલ, એચયુએલ અને ગુડરિક જેવી કંપનિઓ ચાના ખરીદનારા છે.તેઓએ 10 વર્ષથી એક જ ભાવ નક્કી કરી રાખ્યા છે..અને મોંઘવારી આસમાને પહોંચી છે. વર્ષે 11 ટકા જેટલો ખર્ચ વધે છે. ચાના ઉત્પાદનમાં જોડાયેલા લોકો લોહી-પરસેવો પાડીને કામ કરે છે. દેશની આઝાદી પહેલા પણ ચાના બગીચા હતા અને શ્રમિકોની કેટલીય પેઢીઓ તેમાં લાગેલી છે અને ચા માલિક તેમજ શ્રમિકો વચ્ચેના ભાવનાત્મક સંબંધોના કારણે પણ ચાના બગીચોઓ તેઓ છોડી શકતા નથી.

Read Also

Related posts

QR Code Scanning: ક્યૂઆર કોડના સ્કેનીંગથી ઓળખી શકાશે કે દવા અસલી છે કે નકલી, ખૂબ જ સરળતાથી જાણી શકશો આ વાત

Pravin Makwana

Business Idea : ઓછા રોકાણ સાથે ઘરની છત પર શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી

GSTV Web Desk

મોટા સમાચાર / ચૂંટણી પંચનો મોટો નિર્ણય, પાંચેય રાજ્યોમાં ચૂંટણી રેલી-રોડ શો પર જારી રહેશે પ્રતિબંધ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!