GSTV
Gujarat Government Advertisement

વાત એ કોમેન્ટેટરની જે જ્યારે જ્યારે કોમેન્ટ્રી કરે ન્યૂઝીલેન્ડ સુપર ઓવરમાં મેચ હારી જાય

Last Updated on January 31, 2020 by Mayur

ન્યૂઝીલેન્ડને છેલ્લા સાત મહિનામાં મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ત્રણ વખત સુપર ઓવર રમવાની આવી હતી અને મેચના અંતે તેઓ ત્રણેય મેચમાં હાર્યા હતા. યોગાનુંયોગ એ છે કે, ન્યૂઝીલેન્ડની આ ત્રણેય મેચ હાર્યું ત્યારે કોમેન્ટેટર તરીકે ઈયાન સ્મિથ હતા.

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત વર્ષે આઇસીસી વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી, જે સુપર ઓવરમાં ખેંચાઈ હતી, તેમાં પણ ટાઈ પડતાં જે ટીમે વધુ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હોય તે ટીમ વિજેતા બની હતી અને ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ જીત્યું હતુ. આ સમયે પણ કોમેન્ટ્રી બોક્સમાં ઈયાન સ્મિથ હતા. જે પછી નવેમ્બરમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડમાં ટી-૨૦ રમ્યા ત્યારે પણ મેચ સુપર ઓવરમાં ખેંચાઈ હતી અને તે મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું હતુ.

જે પછી હેમિલ્ટનમાં ભારતે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું તે મેચમાં પણ ઈયાન સ્મિથ કોમેન્ટેટર હતા. હેમિલ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડની મેચ ટાઈ થઈ ત્યારે ઈયાન બોલી ઉઠયા હતા કે, જો આ સુપર ઓવર ટાઈ થશે, તો હું નિવૃત્તિ જાહેર કરી દઈશ. હું મારી જિંદગીના વર્ષો ગૂમાવી રહ્યો છું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!