GSTV
Home » News » પ્રથમ રાત્રીએ રતિક્રિડા માણતા સમયે નવવધુએ ન કરવી આ ભૂલ નહીંતર…

પ્રથમ રાત્રીએ રતિક્રિડા માણતા સમયે નવવધુએ ન કરવી આ ભૂલ નહીંતર…

સેક્સની વાત કરવી એ મોટાભાગનાં ભારતીયો માટે સરળ બાબત હોતી નથી. જો આપણે એને અલગ દ્રષ્ટિથી જોઇએ તો આ વાત સમજાઇ શકશે. ભારતના ૯૦ ટકા લગ્નો ‘એરેન્જ્ડ’ હોય છે. એટલે કે લગ્ન વડીલોએ ગોઠવેલાં હોય છે. અહીં પ્રેમને ક્યાંય પ્રવેશ હોતો નથી. માત્ર બે કુટુંબો વાતચીતની આપલે કરે છે. રીતરિવાજોની ચર્ચા થાય છે. અને વાત ‘પાકી’ કરી નાખે છે.

તેથી લગ્નની પ્રથમ રાત્રે કેવું દ્રશ્ય હોય છે? કલ્પના કરી જુઓ. બે તદ્દન અજાણ્યા લોકો રીતસરનાં ફૂલોથી ભરેલા પલંગ ઉપર સામસામે બેઠાં હોય છે અને ખીખી કરતાં તેમનાં અન્ય કુટુંબીજનો દરવાજાની બહાર કાન ચોંટાડીને ઊભા હોય છે. તો દરવાજાની અંદરના ઓરડામાં સતત ટેન્શન વધી રહ્યું હોય છે. વરરાજા કદાચ છેલ્લા દાયકાથી સેક્સની મોજ માણવા તરસતો યુવક હોય છે, જેના સમાજમાં સેક્સની મોજ માત્ર લગ્ન પછી જ માણી શકાતી હોય. અને હવે જ્યારે આખરે આ ઘડી સામે આવી હોય ત્યારે તેની પાસે કાયદાકીય અને નૈતિક બધી પરવાનગી હોવાથી તે થોડા મૂંઝાઇ જાય એ સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિને કારણે સરેરાશ નવવધુ વિચિત્ર, કષ્ટભરી કે ડરી ગયેલી સ્થિતિમાં હોય છે, જેના પ્રથમ રાત્રિ બાબતેના કાંઇક જુદા જ પ્રતિભાવો હોય.

હાલમાં જ રજૂ થતી એક કોન્ડોમની જાહેરખબરમાં પણ પહેલી રાત્રે સેક્સને મહત્વ આપવાને બદલે ‘આજ સિર્ફ બાતેં’ કહી ભારતીય સમાજનું એક ચિત્રણ રજૂ કરવામાં આવે છે. સ્વભાવિક છે કે જો આયોજિત લગ્નમાં અજાણપણું અને બંને સાથીને જાતીયતા બાબતનો અનુભવ હોય નહીં તો પ્રથમ રાત્રિનો સેક્સ ટાળવો જોઇએ. શારીરિક અને ભાવનાત્મક રીતે બંને સાથી જ્યાં સુધી સંપૂર્ણ સંમત ન હોય ત્યાં સુધી ‘સુહાગ રાત’ પાછળ ઠેલવી જોઇએ. તેને કારણે માત્ર આવેગ અને જીવનભરનાં પ્રેમ તથા માન વચ્ચેની એક સીમા જાણવા અને સમજવા મળે છે.તેમ છતાં, શહેરી અને શિક્ષિત લોકોમાં પણ પહેલી રાત્રિ વિશેની વાતચીત કોઇપણ રીતે બહુ જાહેર થતી નથી. પણ જો નવવિવાહિતો આ રાત્રિ માણવા માંગતા હોય તો તેમણે આ વિષયને જાહેરમાં ચર્ચીને વધુ માહિતી મેળવવી જ જોઇએ.

પતિ અને પત્ની એકબીજા સુધી પ્રથમ રાત્રિએ કેવી રીતે પહોંચશે તેનો બધો આધાર તે બંને લગ્ન પહેલાં જાતીય રીતે કેટલાં સક્રિય હતાં તે બાબત ઉપર રહેલો છે. જો તેઓ સક્રિય રહ્યા પણ હોય તોય લગ્નની તાણ અને આખા દિવસના થાકને કારણે લગ્નની પ્રથમ રાત્રિની ચમક ગુમાઇ જતી હોય છે. તો પ્રથમ રાત્રિને યાદગાર બનાવવા અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

પરફેક્ટ કહી શકાય તેવી લગ્નની પ્રથમ રાત્રિ તો તમને ફિલ્મોમાં જોવા કે નવલકથાના પાનાઓમાં વાંચવા મળી શકે. સાચી જિંદગીમાં હકીકત થોડી જુદી હોય છે. એકબીજાને સંતોષભર્યો પ્રેમ આપવાનું આટલું થાક્યા પછી ભાગ્યે જ બને. આખા દિવસની દોડધામ પછી લગ્નની રાત્રિનું દબાણ રાખવાને બદલે એકબીજા વિશે વાતો કરવાનું અને રીલેક્ષ કરવાનું તથા એકબીજાનો સાથ માણવાનું શીખવું જોઇએ. એકબીજામાં પ્રેમની લાગણી જાગ્રત કરવા પ્રત્યે ઉત્સુક રહેવું જોઇએ. એક વખત તે લાગણી જન્મવાની શરૂઆત થાય પછી જાતીય આનંદ એ તમારા લગ્નજીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે.

આપણામાંના ઘણાં લોકો લગ્નનાં દિવસે શું પહેરવું કે ન પહેરવું થી માંડીને નાનામાં નાની વિગતોની તૈયારી કરતાં હોય છે પણ લગ્નની રાત્રિની દરકાર લેવાનું કોઇ શીખતું નથી. બંનેના અજાણ્યાપણાંની વિચિત્રતા દૂર કરવા અને આનંદની માત્રા વધારવા કાંઇક આશ્ચર્યચકિત આયોજન કરી શકાય. આમ તો, યોગ્ય એ કહેવાય કે બંને સાથીદાર થોડો સમય કાઢી આ રાત્રિએ શું કરવું તેની ચર્ચા કરે અને એકબીજાને ખુશ કરવા શું કરશો તેનું આયોજન નક્કી કરે. એકબીજાની ઇચ્છાઓને, કલ્પનાઓને અને સીમાઓને માન આપતાં શીખવું જરૂરી છે. લગ્નની રાત્રિ પહેલાં જ એ વાતો એકબીજાના મનમાંથી બહાર આવી જાય તો બંને વચ્ચેનું અંતર ઘણું ઘટી શકે છે.

માત્ર ડિઝાઇનર ઘાઘરા ચોલી ખરીદવાના આયોજનમાં જ સમય વેડફ્યા કરો નહીં. સાથે, તમે એમાં સારા લાગો અને વધારાની ચરબી ઓગાળી શકો તેવા પણ પ્રયત્ન કરો. બને તો જિમ્નેશિયમની મુલાકાત લેવાનું શરૂ કરો જેથી લગ્નના સમયે તમારી વધારાની ચરબી ઓગળી જાય. તમારું શરીર ટોન્ડ્ થશે અને ચામડી પણ ચમકતી થશે, જે તમારા સાથીદાર માટે ખૂબ મહત્વની બાબત હશે. તેનાથી તમારો પોતાનો આત્મવિશ્વાસ પણ વધશે.

તમારો સ્વભાવ ભલે શરમાળ હોય, તમારી જાતને પ્રથમ રાત્રિના સમયે તંબુ જેવા નાઇટ ગાઉનમાં ઢાંકી દેવાની મૂર્ખામી ક્યારેય કરશો નહીં. આ રાત્રિ માટે ખાસ નાઇટ ડ્રેસ ખરીદો, જે તમને ખૂબ જ સુંદર અને સેક્સી દેખાડે. તમારા પતિદેવને ખુશ કરવા જેટલા વધારાના પ્રયત્ન થઇ શકે તે કરો. આજકાલ તો માર્કેટમાં અનેક જાતનાં નાઇટ ડ્રેસ મળે છે, જેમાં સેક્સી બ્રા-નિકટથી માંડીને સુંદર બોક્સર સુધીનાં વસ્ત્રોનો સમાવેશ થતો હોય છે. તમારા માટે પણ તેમાંની એકાદ વસ્તુ ચોક્કસ મળી શકશે.

તમારી રાત્રિ માટેની બેગ ખૂબ જ ધ્યાનથી પેક કરો. આકર્ષક નાઇટવેર અને અંડરવેર ઉપરાંત કેટલીક રોમેન્ટીક મ્યુઝિક સીડીનું સંગીત તમને આરામની સાથે પ્રેમ કરવાના મૂડમાં પણ લાવશે. તો સુગંધિત મીણબત્તીઓ વાતાવરણને રંગીન બનાવશે, એટલે એનો પણ તમારા લિસ્ટમાં સમાવેશ કરો. તાજગીભર્યા મસાજ ઓઇલ કે બબલબાથની યોજના પણ બનાવી શકાય. જો નજીકના ભવિષ્યમાં બાળકની ઇચ્છા ન હોય તો તમારા સામાનમાં બર્થ કંટ્રોલ માટેની વસ્તુ રાખવાનું ભૂલશો નહીં!

READ ALSO

Related posts

શું મરચાનો પણ હલવો બની શકે, વિશ્વાસ નથી થતો તો તમે પણ બનાવીને કરો તેનું સેવન

pratik shah

ખોરાકનાં સેવન પછી કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન ના કરવું જોઈએ, જાણો તે છે કઈ…

pratik shah

રેસ્ટોરન્ટના ટેસ્ટ જેવો જ ઘરે બનાવો ટોમયમ સૂપ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!