GSTV

સીએએના વિરોધની હિંસા અટકી, ઉ. પ્રદેશમાં તોફાનો પાછળ સીમીના હાથની આશંકા

Last Updated on December 23, 2019 by Mayur

દેશના વિવિધ ભાગોમાં રવિવારે નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા દેખાવો યથાવત રહ્યા હતા. જોકે, જોકે, હિંસક દેખાવો અટક્યા હતા. બીજીબાજુ હવે દિલ્હી, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપે રેલીઓ કાઢી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં હિંસક દેખાવો કુલ 19 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં તોફાનો બદલ 880 લોકોની ધરપકડ કરાઈ છે. આ દેખાવોમાં 282 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી સીએએ અને એનઆરસીના વિરોધમાં ચાલતા હિંસક દેખાવો પાછળ ‘આઉટસાઈડર્સ’ પર દોષારોપણ ઢોળતા નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ તોફાનો પાછળ ઈસ્લામિક સંગઠનો પીએફઆઈ અને સીમીનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસે લખનઉમાં ભૂતપૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી સહિત તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓની અટકાયત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ તોફાનોમાં માર્યા ગયેલાઓના પરિવારોને મળવા જઈ રહ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિજનોરમાં તોફાનોમાં માર્યા ગયેલા બે વ્યક્તિના પરિવારોની મુલાકાત લીધી હતી અને આ ઘટનામાં ન્યાયિક તપાસની માગણી કરી હતી.પોલીસે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં રવિવારે એકંદરે શાંતિપૂર્ણ સિૃથતિ જોવા મળી હતી. દિલ્હીમાં જંતર મંતર, જામિયા મિલિયા, નિઝામુદ્દિન અને કોનોટ પેલેસ પર શાંતિપૂર્ણ દેખાવો ચાલુ રહ્યા હતા. બીજીબાજુ ભાજપ અને હિન્દુ સંગઠનોએ અનેક રાજ્યોમાં નાગરિકતા કાયદા અને એનઆરસીના સમર્થનમાં રેલીઓનું આયોજન કર્યું હતું.

આ રેલીઓમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના નેતાઓએ નાગરિકતા કાયદા અંગે ગેરસમજ ફેલાવવા બદલ કોંગ્રેસ અને વિપક્ષની ટીકા કરી હતી. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુરમાં જ્યારે ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ ઈન્દોરમાં રેલીને સંબોધન કર્યું હતું. રાજસૃથાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુર ખાતે રવિવારે નાગરિકતા કાયદાના વિરોધમાં શાંતિપૂર્ણ માર્ચનું નેતૃત્વ કર્યું હતું.પશ્ચિમ બંગાળમાં રાજ્યના મંત્રી અને જમિયત-ઉલેમા-એ-હિંદના રાજ્ય પ્રમુખ સિદ્દિકઉલ્લાહ ચૌધરીએ ધમકી આપી હતી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાગરિકતા કાયદો તાત્કાલિક પાછો નહીં ખેંચે તો તેમને કોલકાતા એરપોર્ટમાંથી બહાર પગ નહીં મૂકવા દેવાય. તેમને અટકાવવા માટે અમે એક લાખ લોકોને ભેગા કરીશું.

પૂર્વોત્તરના રાજ્યોમાં શાંતિપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખતાં અનેક જગ્યાએથી કર્ફ્યુ હટાવાયા હતા. પરીણામે મેઘાલમાં ખ્રિસ્તીઓએ ક્રિસમસની ઊજવણીની તૈયારીઓ શરૂ કરી હતી. તામિલનાડુ અને કેરળમાં પણ મુસ્લિમ સંગઠનોએ નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!