GSTV
Home » News » સમગ્ર દેશમાં આ મામલે CSDSનો સર્વે, સામે આવ્યું આ ચોંકાવનારુ તારણ

સમગ્ર દેશમાં આ મામલે CSDSનો સર્વે, સામે આવ્યું આ ચોંકાવનારુ તારણ

દેશના 75% સોશિયલ મીડિયા યૂઝર્સનું માનવું છે કે, ભારતમાં તમામ ધર્મોના લોકોને શાંતિથી એક સાથે રહી શકે છે. આ ખુલાસો હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં થયો છે. આ સર્વે સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ડેવલપિંગ સોસાયટીઝ(CSDS)એ કર્યો છે. સર્વેનો ઉદ્દેશ્ય તે જાણવાનો હતો કે જે પ્રકારે સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોન મતદારો પર વર્તમાન રાજકિય સંદર્ભમાં અસર પાડે છે.

એવા લોકો જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી તેમાં 73% લોકોનું માનવું છે કે, ભારત દરેક ધર્મોના લોકોના રહેવા માટે છે. જ્યારે સોશિયલ મીડિયાનો જેઓ ઉપયોગ કરે છે તેમાં 75%નું માનવું છે કે, ભારત તમામ ધર્મો અને સમુદાયના લોકોને રહેવા માટે છે.

ભારતને માત્ર હિંદુઓનો  દેશ માનનારાઓમાં 19% સોશિયલ મીડિયા યૂઝર્સ છે જ્યારે 17% લોકો નોન સોશિયલ મીડિયા યૂઝર્સ છે. CSDS દ્વારા આ સર્વે એપ્રિસથી મે મહીના વચ્ચે ફિલ્ડમાં જઇને કરવામાં આવ્યો છે. સર્વેમાં 26 રાજ્યોના 211 સંસદીય મતવિસ્તારોને સામેલ કરવામાં આવ્યા છે. સંખ્યાની વાત કરવામાં આવે તો કુલ 24,236 મતદારો સાથે આ સર્વે દરમિયાન વાત કરવામાં આવી.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!