GSTV
Home » News » આ સુરતી પરિવારનું કૌભાંડ આખરે છતુ થઈને જ રહ્યું, બધા જ સદસ્યો જેલનાં સળિયા પાછળ

આ સુરતી પરિવારનું કૌભાંડ આખરે છતુ થઈને જ રહ્યું, બધા જ સદસ્યો જેલનાં સળિયા પાછળ

સુરતના કતારગામ વિસ્તારમાં ઘરના મોભીને વળગાડની આશંકા ઉપજી જે બાદ મેલી વિધા કરવામાં આવી. જેમાં પુત્રવધુએ મેલી વિધા થકી ઘરના મોભીને લાગેલ વળગાડ દૂર કરવાનો દાવો કર્યો. જોકે આ દાવો જીવલેણ સાબિત થયો. સુરતના કતારગામમાં કુંભાર પરિવારને અંધશ્રદ્ધાનો માર્ગ ખૂબ ભારે પડ્યો. પિતા કાનજીભાઇનો વળગાડ દૂર કરવા મેલી વિધા કરી કંકુવાળું પાણી પીવડાવવામાં આવ્યું ત્યારબાદ એક પરિવારના સભ્યોએ 50 વર્ષીય આધેડની છાતી પર કુદકા માર્યા. જેમાં કાનજીભાઇની પાંસળીઓ તૂટી જતા તેનું કરુણ મોત થયું.

આ સમગ્ર ઘટના પર પડદો પાડવા પરિવારના સભ્યોએ અકસ્માતનું નાટક રચ્યું અને પોલીસને પણ ગેરમાર્ગે દોરી. પરંતુ તેમનું આ નાટક વધારે સમય ન ચાલ્યું અને તમામ હત્યારાઓ પોલીસ પાંજરે આવી ગયા. કાનજીભાઇના મોત બાદ પરિવાર વૃદ્ધ પિતાની લાશને ઘરમાં મૂકીને બનાસકાંઠા નીકળી ગયો હતો. બે દિવસથી બંધ ઘરમાંથી અતિદુર્ગધ આવી રહી હતી.

તો પરત આવીને પરિવારે પિતાને મૃત હાલતમાં જોયા બાદ ઘટનાની જાણકારી કતારગામ પોલીસને આપી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને પરિવારના સભ્યો ઉપર શંકા લાગતા પોલીસની કડક પૂછપરછમાં જ પરિવારના સભ્યોએ ઘરમાંથી મેલીવિદ્યા કરવાના ઇરાદે કાનજીભાઈની હત્યા થઇ હોવાની વાત કબૂલી હતી. પોલીસે મેલીવિદ્યાથી મોત થયાના આ કેસમાં મૃતકની પત્ની, 3 પુત્ર, પુત્રવધૂ અને પુત્રીની ધરપકડ કરી છે. જેમાં એક પુત્ર સગીર હોવાનું સામે આવ્યુ છે .આમ અંધશ્રદ્ધાથી ન માત્ર ઘરના મોભીનું મોત થયું છે. પરંતુ આખેઆખો પરિવાર આજીવન આફતમાં આવી ગયો છે

READ ALSO

Related posts

અમદાવાદમાં પીધેલી હાલતમાં એક વ્યક્તિએ પોલીસકર્મીને માર મારતા ચકચાર

Nilesh Jethva

IIFA એવોર્ડસમાં સારા અલી ખાનને લીધી સ્ટાઈલિશ અંદાજમાં એન્ટ્રી, પ્રિન્સેસ લુકમાં આવી નજરે

pratik shah

પીએમ મોદીના વતનમાં આ મહિલાએ 9.5 ટનનો ટ્રક ખેંચીને લોકોમાં આકર્ષણ જમાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!